Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કાલે જુનાગઢમાં ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ કલીનિકલ રીસર્ચ સેન્ટરનો શુભારંભ

ટ્રસ્ટ સંચાલિત રાહતદરની હોસ્પિટલ દર્દીઓ માટે આશિર્વાદરૂપ સાબિત થશે : બે દિવસ સુધી વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પ : ડો. રાહુલ મહેતા

(વિનુ જોષી દ્વારા) જૂનાગઢ તા. ૭ : જુનાગઢ જોષીપરા ખલીલપુર રોડ મેઇન રોડ જીનીયસ સ્કુલની બાજુમાં આગામી તા. ૮ નવેમ્બરને રવિવારના રોજ આવતીકાલે ૫ માળની ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલનો શુભારંભ થઇ રહ્યો છે.

ડો. રાહુલ મહેતાએ જણાવ્યું હતું કે, ટ્રસ્ટ સંચાલિત આ હોસ્પિટલમાં ૨૪ કલાક ઇમરજન્સી સેવા રાહત ભાવે દર્દીઓને આપવામાં આવશે તેમજ આ હોસ્પિટલમાં ડો. જીજ્ઞેશ આહિર (એમ.ડી. ફિઝીશ્યન) તેમજ ડો. રાહુલ પંડયા (એમડી પલ્મનોલોજી) અને ડો. શશીતા શેખ (ફિઝીયોથેરાપીસ્ટ), ડો. અમિત ભુવા (એમએસ સર્જન) તેમજ બાળરોગ નિષ્ણાંત ડો. આશિષ વાછાણી, ડો. અંકુર પટેલ અને સ્ત્રી રોગ નિષ્ણાંત ડો. આશિષ ટાંક અને ફાર્માકોલોજીસ્ટ એન્ડ ટોકસીકોલોજીસ્ટ ડો. રવિ બોરીસાગર સહિતના નિષ્ણાંત તબીબો આ હોસ્પિટલમાં સેવા આપશે.

આ ટ્રસ્ટના ટ્રસ્ટી યોગેશભાઇ ડી. મહેતા અને કાંતિલાલ કે. બોરીસાગરે જણાવ્યું હતું. આ હોસ્પિટલ દર્દીઓને રાહતભાવે સુવિધા અને સારવાર મળી રહે તેવા શુભ આશ્રય સેવાભાવથી અમો આ હોસ્પિટલનું નિર્માણ કર્યું છે. સીસીટીવી કેમેરાથી સજ્જ આ બિલ્ડીંગમાં વિશ્વના આધુનિક મશીનની સુવિધા તેમજ ૨૪ કલાક મેડીકલ ઓફિસર, નર્સીંગ સ્ટાફ ખડેપગે એક છત નીચે તમામ પ્રકારના રોગોના અનુભવી અને નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા સારવાર કરવામાં આવશે.

ડો. રાહુલ વાય મહેતા અને શૈલેષભાઇ દવેએ વિગતો આપતા વધુમાં જણાવ્યું હતું કે, શ્રી ચિકિત્સા સેવા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી ગાયત્રી મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ કિલીનિકલ રીસર્ચ સેન્ટરના લાભાર્થે આ હોસ્પિટલના શુભારંભ તા. ૮ નવેમ્બરને રવિવાર તેમજ તા. ૯ને સોમવારના રોજ વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું સવારે ૯થી બપોરે ૨ કલાક સુધી આયોજન કરવામાં આવેલ છે. જેમાં આ હોસ્પિટલમાં સેવા આપનાર નિષ્ણાંત તબીબો દર્દીઓનું વિનામૂલ્યે નિદાન કરશે અને રાહતદરે દવા તેમજ સારવાર પણ આપશે. દિવાળીના તહેવાર દરમિયાન આ હોસ્પિટલ ચાલુ રહેશે. દર્દીઓએ નામ નોંધાવવા માટે મો.નં. ૬૩૫૯૧ ૪૫૦૦૦ ઉપર સંપર્ક સાધવા જણાવ્યું છે.

(1:02 pm IST)