Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જુનાગઢમા દારૂ ભરેલી ઓટો રીક્ષા રેઢી મળી

જુનાગઢ તા.૭ : નવરત્ન એપાર્ટમેન્ટ નજીક ગલીમાં આલીસાન એપાર્ટમેન્ટ પાસે ઓટો રીક્ષા રજી.નં.જી.જે. ૧૯.યુ.૩૦૧પના રીક્ષા ચાલકે તેની રીક્ષામાં વિદેશી દારૂનો જથ્થો રાખી હેરફેર કરે છે અને હાલ આ રીક્ષા આલીસાન એપાર્ટમેન્ટ પાસે પડેલ છે. તેવી હકિકત આધારે રેઇડ કરતા અતુલ જેમની કંપનીની ઓટો રીક્ષા પડેલ હોય, રીક્ષા પાસે કોઇ ઇસમ હાજર ન હોય સદર ઓટો રીક્ષાની જડતી તપાસ કરતા પાછળની સીટના નીચેના ભાગેથી દારૂ મળી આવતાં મેકડવોેલ્સ નં.૧ સુપીરીયર વ્હીસ્કી ઓરીજનલ ફોર સેલ ઇન હરીયાણા ઓન્લી ૭પ૦ એમ.એલ.ની પેટી ન઼ગ-ર, બોટલ નંગ-ર૪ કિ. ૯૬૦૦, સ્ટાર લોડર્સ ઇમ્પીરીયલ ગોલ્ડ સ્પેશીયલ રીઝર્વ વ્હીસ્કી નોટ ફોર સેલ ઇન જમ્મુ બનાવટની ૭પ૦ એમ.એલ.ની પેટી નંગ-૩, બોટલ નંગ-૩૬, કિ. ૧૪,૪૦૦ રોયલ ચેલેન્જ કલાસીક પ્રિમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાણા ઓનલી બનાવટની ૭પ૦ એમ.એલ.ની પેટી નંગ-૧, બોટલ નંગ-૧ર, કિ. ૬૦૦૦, અતુલ જેમી કંપનીની ઓટો રીક્ષા રજી. નં.રજી.નં.જી.જે. ૧૯.યુ.૩૦૧પ કિ. રૂ.પ૦૦૦૦ મળી કુલ રૂ.૮૦ હજારનો મુદામાલ કબ્જે કરેલ છે. ક્રાઇમબ્રાન્ચ ઇન્ચા. પો. અર.કે.ગોહીલ, પો.સ.ઇ. ડી.જી.બડવા, તથા પો.ેહેઙકોન્સ. વિજયભાઇ બડવા, શબ્બીરખાન બેલીમ,  વિક્રમ ચાવડા, યશપાલસિંહ જાડેજા, જીતેશ મારૂ, તથા પો. કોન્સ. ભરતભાઇ સોનારા, ડાયાભાઇ કરમટા, દેવશીભાઇ નંદાણીયા, સાહિલભાઇ સમા, કરશનભાઇ કરમટા, દિનેશ કરગીયા વિગેરે પોલીસ સ્ટાફએ સાથે રહી આ કામગીરી કરેલ છે.

(1:01 pm IST)