Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગીર સોમનાથ જીલ્લાના ખૂનની કોશિષના ગુન્હામાં પેરોલ જંપ કેદીને રાજકોટ એલસીબીએ ઝડપી લીધો

અઢી માસથી વોન્ટેડ અરવિંદ ઉર્ફે ચીલ્લર રાજકોટ આવતા જ દબોચી લેવાયો

રાજકોટ તા. ૭ :.. ગીર સોમનાથ જીલ્લાના ખુનની કોશિષના ગુન્હામાં પેરોલ જંપ કેદીને રૂરલ એલસીબીએ રાજકોટમાંથી દબોચી લીધો હતો.

પેરોલ ફર્લો તથા વચગાળાના જામીન ઉપરથી ફરાર કેદીઓને ઝડપી લેવાની રૂરલ એસ. પી. બલરામ મીણાની સુચના અન્વયે રૂરલ ક્રાઇમ બ્રાંચના પી. આઇ. એ. આર. ગોહીલ તથા પીએસઆઇ એચ. એમ. રાણા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડ કો. બાલકૃષ્ણ ત્રિવેદી તથા પો. કો. મેહુલભાઇ સોનરાજને મળેલ હકિકત આધારે ગીર સોમનાથ જીલ્લાના ખૂનની કોશિષના ગુન્હામાં પાકા કામનો કેદી અરવિંદ ઉર્ફે ચીલ્લર ભીમાભાઇ ઉર્ફે ભીખુભાઇ સોલંકી રે. મુળ ભાલકા મંદિર, મોટી હવેલી પાસે વેરાવળ રાજકોટ સેન્ટ્રલ જેલમાંથી અઢી માસની પેરોલ જંપ કરી નાસતો ફરતો હોય અને તે રાજકોટ-જંકશન વિસ્તારમાં આવતા વોચ ગોઠવી દબોચી લઇ રાજકોટ જેલમાં ધકેલી દિધો હતો.

આ કાર્યવાહીમાં રૂરલ એલ.સી.બી.ના એ. એસ. એસ. પ્રભાતભાઇ બાલાસરા, પો. કો. રહીમભઇ દલ, પ્રણયભાઇ સાવરીયા, ડ્રા. પો. કો. નરેન્દ્રભાઇ દવે તથા અનિરૂધ્ધસિંહ જાડેજા રોકાયા હતાં.

(12:43 pm IST)