Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

દિપાવલીના તહેવારોની જુનાગઢ સ્વામીનારાયણ મુખ્ય મંદિરે ધામધુમથી ઉજવણી થશે

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા. ૭ : ભગવાન સ્વામિનારાયણે સ્વહસ્તે પધરાવેલા દેવો જેવો બીરાજમાન છે તેવા શ્રી સ્વામીનારાયણ મંદિર જવાહર રોડ જુનાગઢ ખાતે દિપાલીના તહેવારોને ધામધુમ પુર્વક ઉજવવામાં આવશે. અને આ અંગે તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી રહી છે ભકતોની શ્રદ્ધા જયાં કેન્દ્રીત થયેલી છે. તેવા સ્વામિનારાયણ મુખ્ય મંદિરને અનેરી રોશનીથી સજાવટ કરવામાં આવશે અને જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.મંદિરને અનેરી રોશનીથી સજાવટ કરવામાં આવશે અને જુદા-જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવેલ છે.

જુનાગઢનાં જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મુખ્યમંદિર લાખો શ્રદ્ધાળુઓનું આસ્થાનું કેન્દ્ર છે. ભગવાન સ્વામિનારાયણ દ્વારા સ્વહસ્તે પધરાવવામાં આવેલા રાધારમણ દેવ હરીકૃષ્ણ મહારાજ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી રણછોડરાયજી ત્રિકમરાયજી (રદ્ધિસિદ્ધિના દાતા ભગવાન ગણેશજી, સંટકમોચન હનુમાનજી મહારાજ, ઘનશ્યામજી મહારાજના દેવો અહિ બિરાજેછે. અને ભકતજનોનાં દુઃખો દુર કરી અને મનોકામના પુર્ણ કરે છે. ભગવાન શિવજીના મંદિરમાં ભગવાન શિવજી, માતા પાર્વતીજી અને ગણેશજી એક સાથે મૂર્તિ સ્વરૂપે બિરાજેલ હોય તેવું શ્રી સ્વામીનારાયણ મંદિર છે અને જવાહર રોડ ઉપર આવેલ શ્રી સ્વામિનારાયણ મંદિર ખાતે સિદ્ધેશ્વર મહાદેવ, માતા પાર્વતીજી અને ગણેશજી એક સાથે બિરાજમાન છે. અને ભકતજનોની સર્વે મનોકામના પુર્ણ કરે છે. આવા આ મંદિરે ભાવિક ભકતોનો પ્રવાહ સતત રહેતો હોય છે. દર-દુરથી હરીભકતો દર્શનાર્થે આવે છે. ચાલુ વર્ષે કારોનાની મહામારીના સંકટકાળમાં આ મંદિરોને દર્શનાર્થીઓને પણ સરકારશ્રીની ગાઇડ લાઇન મુજબ અને તકેદારીનાં ભાગરૂપે બંધ રાખવામાં આવ્યા હતા અને ધીમે-ધીમે ભકતોની લાગણીને ધ્યાને લઇ અને મંદિરમાં દર્શન માટે પ્રવેશ આપવામાં આવ્યો હતો. આગામી દિપાવલીના તહેવારો ખાસ કરીને એકાદશીથી લાભ પાંચમ સુધીનાં તહેવારો આવી રહ્યા છે.

શ્રી સ્વામીનારાયણ મંદિર એટલે ભગવાન શ્રી સ્વામીનારાયણના સ્વહસ્તે પધરાવેલ શ્રી રાધારમણદેવ-હરિકૃષ્ણ મહારાજ, શ્રી સિદ્ધેશ્વર મહાદેવજી ધામ હજારો મુમુક્ષુઓની મનોકામના પુર્ણ કરતું આસ્થાનું કેન્દ્ર જયાં બિરાજમાન દેવોની માનતાથી લાખો લોકોના દુઃખદર્દ મટે છે. સેગુ.શ્રી ગોપાળાનંદજી સ્વામિના હૃદયથી સ્થપાયેલ અને સ.ગુ.શ્રી ગુણાતીતાનંદ સ્વામીના સંકલ્પબળના સમન્વયથી થતી મહાપુજા આજે પણ સૌના સંકલ્પોને સાકાર સ્વરૂપ આપે છે. ભગવાન શ્રી સ્વામનિારણે જયાં બાથમાં લઇ દેવાધિદેવ શ્રી સિદ્ધેશ્વર મહાદેવજીની સ્થાપના કરી વિશ્વનું એકમાત્ર શિવસ્વરૂપ પ્રતિષ્ઠત કર્યુછે. દીપાવલી આ પર્વમાં મહંત કો.શા.સ્વા. પ્રેમસ્વરૂપદાસજી (નવાગઢવાળા) તથા ચેરમેન શ્રી સ.ગુ.કો. સ્વામી દેવનંદદાસજી અને કમીટી દ્વારા શ્રી સ્વામીનારાયણ મંદિર શ્રદ્ધાળુઓની ભાવના લાગણીને ધ્યાને લઇ દર્શનાર્થીઓ માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.

(12:42 pm IST)