Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

સોયલના પાટીયા પાસે ભાવનગરનો બાવાજી યુવક દારૂની ૧ર૦ બોટલ સાથે ઝડપાયો

જામનગર જીલ્લામાં દારૂ-જુગાર અંગે સાત ઝડપાયા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર, તા.૭: ધ્રોલ પોલીસ મથકના વી.વી.બકુત્રાએ ગામના પાટીયા પાસેથી રામકૃષ્ણભાઈ હર્ષદભાઈ દુધરેજીયા ઉ.વ. ૩૦ રહે. ભાવનગરવાળાને તેમની ઈનોવા કાર નંબર જી.જે.૧૪–એએ–૭૯૮૯માં ઇગ્લીશ દારૂની ૧ર૦ બોટલ કિંમત રૂ. ૬૦ હજાર તથા મોબાઈલ કિંમત રૂ. ર હજાર તથા કાર મળી કુલ રૂ. પ,૬ર,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો.

બિમારીથી કંટાળી પરિણીતાએ ઝેર પી આયખું ટંૂકાવ્યું

અહીં પટેલનગર શેરી નં. ૧૦ માં રહેતા અશોકભાઈ મનજીભાઈ મહેતા ઉ.વ. પપ એ પોલીસમાં જાહેર કરેલ છે કે, તેમની પત્નિ આશાબેન ઉ.વ ૪૦ ને બીમારી હોય છેલ્લા ૩ વર્ષથી ડાયાલીસીસ ચાલુ હોય જેનાથી કંટાળી જઈ પોતાના ઘરે ઝેરી દવા પી લેતા સારવાર બાદ તેમનું મૃત્યુ નિપજેલ છે.

મજૂરનું ઉપરથી નીચે પટકાતા મોત

અહીં શંકરટેકરી શેરી નં. ૧ર માં રહેતા હિતેષ શંકરભાઈ પરમારએ સીટી એ ડિવિઝન પોલીસ મથકે જાહેર કરેલ છે કે ૯ દિગ્વિજય પ્લોટમાં ચાલી રહેલ બાંધકામમાં જાહેર કરનારના પિતા શંકરભાઈ બેચરભાઈ પરમાર ઉ.વ. પર વાળા કામ કરતા હોય અકસ્માતે ચોથા કે પાંચમાં માળેથી નીચે પટકાતા માથના ભાગે ગંભીર ઈજા થતાં તેમનું મૃત્યું નિપજેલ છે.

લતીપર ગામે જુગાર રમતા સાત ફરાર

ધ્રોલ પોલીસ સ્ટેશનમાં કોન્સ. અનીલભાઈ બાબુભાઈ સોઢીયા એ ફરીયાદ નોંધાવી છે કે, લાલપુર (લતીપર) મોમાઈમાંના મંદિર પાસેની શેરીમાં જગદીશભાઈ મોહનભાઈ વાઘેલા, કાસમ ઉર્ફે લંગડી આમદભાઈ, દાનભાઈ મગનભાઈ કુંભારવાડીયા, રે. લતીપર ગામવાળા જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રેઈડ દરમ્યાન રોકડા રૂ.૭,૩ર૦/– સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી વિનોદભાઈ લીબાભાઈ દતેસરીયા, પ્રવિણભાઈ કેશુભાઈ વાઘેલા, રફીકશા આલમશા શાહમદાર, ફારુક અલ્લારખા સંધી, ધનજીભાઈ રાણાભાઈ સીપરીયા, કિશોરભાઈ રાણાભાઈ સીપરીયા, જીતેશભા હરખાભાઈ વાઘેલા, રે. લતીપર ગામવાળા ફરાર થઈ ગયેલ છે.

લાલપુરમાં ક્રિકેટનો સટ્ટો રમતાઃ એક ફરાર

લાલપુર પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. ચંદુભાઈ દેવદાનભાઈ જાટીયા એ ફરીયાદ નોંધાવી છે કે, આરોપી ગીરીશભાઈ પ્રભુભાઈ રૂપારેલએ હાલમાં દુબાઈ ખાતે રમાયેલ રહેલ આઈ.પી.એલ. ક્રિકેટ મેચ ટુર્નામેન્ટમાં સનરાઈઝર્સ હૈદરાબાદ તથા રોયલ ચેલેન્જર બેંગ્લોરની મેચમાં પૈસાની હારજીતના સોદા લાઈનના નંબર ૯૭૬૪૪ ૩૯૧૩૭ વાળા આરોપી લખનભાઈ રહે. જામનગરવાળા સાથે પૈસાની જુગાર રમતા રોકડા રૂ.ર૦૦૦/– તથા મોબાઈલ ફોન નંગ–૧, કિંમત રૂ.પ,૦૦૦/– મળી કુલ મુદામાલ કિંમત રૂ.૭૦૦૦/– સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ જતા રનફેર હારજીતનો સટ્ટો રમતા ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી લખનભાઈ અટક કરવાની બાકી હોય આ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

રંગમતી નદીના કાઠે  જુગાર રમતા બે ફરાર

પંચ બી પોલીસ સ્ટેશનમાં કોન્સ. સુમીત હિરાભાઈ શિયાર એ ફરીયાદ નોંધાવી છે કે, દરેડ ગામે રંગમતી નદીના કાઠે આરોપી ગોવિંદભાઈ અમરાભાઈ ખરા, ડાયાભાઈ મુરાભાઈ વારસાકીયા, રે. દરેડ વાળા ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરતા રેઈડ દરમ્યાન રોકડા રૂ.ર૩૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપીઓ હિતેષભાઈ હિરાભાઈ કુકલ, વિજયભાઈ હમીરભાઈ કંટારીયા, ફરાર થઈ ગયેલ છે.

મકાનમાંથી દારૂના જથ્થો ઝડપાયો : એક ફરાર

સીટી એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ. મેહુલભાઈ કનુભાઈ ગઢવી એ ફરીયાદ નોંધાવી છે કે, પ૪, દિગ્વિજય પ્લોટમાં વિશ્રામ વાડી પાછળ, આરોપી ભુપત ઉર્ફે બાબા હંશરાજભાઈ ગોરી એ ગેરકાયદેસર પાસ પરમીટ વગર વિદેશી દારૂની બોટલોની હેરાફેરી કરી વેચાથ અર્થે મકાનમાં રાખી બોટલ નંગ –૮પ જેની કિંમત રૂ.૩૪,૦૦૦/– ના મુદામાલ સાથે ઝડપાઈ ગયેલ છે. તથા આરોપી દિપક ઉર્ફે અટાપટ્ટુ સિંધી ફરાર થઈ ગયેલ છે.

પરણિતાને દુઃખ ત્રાસ

પંચ બી પોલીસ સ્ટેશનમાં કાજલબા વનરાજસિંહ ચુડાસમા એ ફરીયાદ નોંધાવી છે કે, ફરીયાદી કાજલબાના લગ્ન આરોપી વનરાજસિંહ ખોડુભા ચુડાસમા સાથે છ વર્ષ પહેલા થયેલા હોય અને એક વર્ષ સુધી આરોપીઓ વનરાજસિંહ ખોડુભા ચુડાસમા, રંજનબા ખોડુભા ચુડાસમા, ખોડુભા બનેસંગ ચુડાસમા, જીવુબા ભુપતસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ ભુપતસિંહ રે. નાઘેડી ગામવાળાએ સારી રીતે રાખેલ ત્યારબાદ આરોપી રંજનબા એ ફરીયાદી કાજલાબા ને કહેલ કે તું વાજણી છો અને સંતાન પેદા કરી શકતી નથી તેમ કહી માનસીક ત્રાસ આપી તેમજ આરોપી ખોડુભા બનેસંગ ચુડાસમા, જીવુબા ભુપતસિંહ ચુડાસમા, મહેન્દ્રસિંહ ભુપતસિંહએ આરોપી વનરાજસિંહને ચડામણી કરતા હોય જેથી આરોપી વનરાજસિંહ ફરીયાદી કાજલબાને અપશબ્દ બોલી હેરાન કરી મારકુટ કરી આ કામમાં એકબીજાને મદદગારી કરી શારરીક માનસીક દુઃખ ત્રાસ આપી ગુનો કરેલ છે.

જમીન માંથી નીકળી જવાનું કહેતા માર માર્યો

પંચ એ ડિવીઝન પોલીસ સ્ટેશનમાં છોટુસિંગ સવાઈસીંગ ભાટી એ ફરીયાદ નોંધાવી છે કે, પસાયા ગામની સીમમાં ફરીયાદી છોટુસિંગને સુઝલોન કંપનીના ભાડા પેટેની જમીન પસાયા ગામની સીમમાં આવેલ હોય જયાં ફરીયાદી છોટુસિંગ કામ કરતા હોય તે દરમ્યાન આરોપીઓ મહેન્દ્રસિંહ શિવુભા જાડેજા તથા અન્ય ત્રણ ઈસમો મોટરસાયકલ સાથે આવી તેની સાથે માથાકુટ કરી મારકુટ કરી જોરજોર થી ગાળો આપી ફરીયાદી છોટુસિંગને થપાટો મારી ત્યાંથી નીકળી જવા નું કહી જતા રહેતા ગુનો કરેલ છે.

પિસ્તોલ અને દેશી તમંચા સાથે ઝડપાયો

એલ.સી.બી. શાખાના એ.એમ.ઝાલાએ તા. ૬ ના રોજ ૪૯ દિગ્વિજય પ્લોટમાં આવેલ સોનલ માતાના મંદિર પાસેથી આ કામેના આરોપી ભીમશીભાઈ ધરણાંતભાઈ આંબલીયા ની ગેરકાયદે પાસ પરમીટ વગર દેશી બનાવટની પિસ્ટલ કિંમત રૂ. રપ૦૦૦ તેમજ એક તમંચો કિંમત રૂ. ૧૦૦૦૦ તથા અલગ અલગ કાર્ટીશો–૩ કિંમત રૂ. ૩૭૦૦, મોબાઈલ ફોન–૧ કિંમત રૂ. પ૦૦૦ તથા બ્રેઝા કાર કિંમત રૂ. ૪ લાખ મળી કુલ રૂ. ૪,૪૩,૭૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડયો હતો જયારે હથીયાર તથા કાર્ટીશો સપ્લાય કરનાર ઈસમો શશાંકસીંગ ઉર્ફે લડુ અરૂણસીંગ ઠાકુર રહે. યુ.પી., અભિષેકસીંગ રાજપૂત રહે. યુ.પી.વાળાઓ સામે ગુન્હો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

(12:38 pm IST)