Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ખંભાળીયામાં પૂર્વ ધારાસભ્યનો ભત્રીજો સહિત ક્રિકેટનો સટ્ટો રમતા ઝડપાયા

રાજકોટ, તા.૭: ખંભાળિયાના પૂર્વ ધારાસભ્ય ભત્રીજો સહિતના બે શખ્સો જાહેરમાં આઇપીએલ ક્રિકેટ મેચનો મોબાઇલમાં સટો રમી પૈસાની હારજીત કરતા હોવાની બાતમીના આધારે પોલીસે જોધપુર ગેઇટ પાસે દરોડો પાડી ઝડપી લઇ પૂછપરછ કરતા વધુ ખંભાળિયા અને પોરબંદરના શખ્સોના નામ ખૂલતાં પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

પોલીસ સૂત્રોની વિગત મુજબ ખંભાળિયા પોલીસ મથકના એએસઆઇ જયપાલસિંહ જાડેજા, પો.હેડ કોન્સ. ઇન્દ્રજીતસિંહ જાડેજા સહિતનો પોલીસ સ્ટાફ રાત્રીના પેટ્રોલીંગમાં હતો ત્યારે ચોક્કસ બાતમી મળેલ હોય કે, જોધપુર ગેઇટ પાસે ભીખા ફટાકડા વાળાની દુકાન પાસે બે શખ્સો મોબાઇલ મારફત આઇપીએલનો ક્રિકેટનો સટ્ટો રમી પૈસાની હારજીત કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે રેઇડ કરી મોબાઇલ તપાસતાં ફોનમાં મુંબઇ ઇન્ડીયન્સ અને દિલ્લી કેપીટલ વચ્ચેના મેચ લાઇવ મેચ નિહાળી તેના પર પૈસાનો હારજીતનો જુગાર રમતાં હોવાનું જણાતાં પોલીસે બંનેને ઝડપી લઇ નામ પૂછતાં પોતાનું નામ વિજય સામતભાઇ ગોરીયા (આહિર) રહે. શકિતનગર, તથા ફેનિલ રહે. જુની મામલતદાર ઓફીસ પાસેનું જણાવતાં પોલીસે બંનેની અટકાયત કરી તેમની પાસે આઇફોન તથા રોકડ મળી કુલ રૂ.૧,૨૪,૩૦૦નો મુદામાલ કબ્જે કરી પોલીસ મથકે લઇ જઇ ગુનો નોંધ્યો હતો. જયાં તેમની પૂછપરછ કરતાં ડાયમંડ એકસચ નામનું આઇડી ખંભાળિયા રૂચીલ પાબારી તથા પોરબંદરના રાવલીયા પ્લોટમાં રહેતો પ્રકાશ જુંગી પાસેથી લીધુ હોવાની કબૂલાત આપતાં પોલીસે તેને ફરાર જાહેર કરી શોધખોળ હાથ ધરી છે. તપાસ પીએસઆઇ સી.બી.જાડેજાએ હાથ ધરી છે.

(12:36 pm IST)