Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

જસદણની સીમમાંથી મહાકાય અજગરનું રેસ્કયુ કરાયુ

(હુસામુદ્દીન કપાસી દ્વારા) જસદણ તા.૭ : વાકીયા અને લીલવળા વચ્ચેની સીમમાં એક મહાકાય અજગર ફરી રહ્યાની જાણ જાણીતા પ્રકૃતિપ્રેમી મહેન્દ્રભાઇ જે.કરપડાને થતાં તેમણે ઘડીનો વિલંબ કર્યા વગર જસદણ નેચર કલબના ઘનશ્યામભાઇ ડી. જેબલિયાની રાહબરી હેઠળ જસદણના સર્પવિદો રાજુભાઇ પરમાર મહેન્દ્રભાઇ જે. કરપડા, જાફરભાઇ એચ.કથીરી ઘટના સ્થળે પહોંચી સળંગ દોઢ કલાક રેસ્કયુ ઓપરેશન કરી સહી સલામત અજગરને પકડી પાડી બાબરા વનતંત્રને હવાલે કર્યો હતો.

(11:45 am IST)