Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગોંડલમાં બે વેવાઇ પરિવારો સમાધાન માટે ભેગા થયા બાદ છરી અને પાઇપ ઉડયા

બંન્ને પરિવારના પ વ્યકિતઓને ઇજા : પોલીસમાં સામસામી ફરીયાદ

રાજકોટ, તા. ૭ : ગોંડલમાં બે વેવાઇ દેવીપૂજક પરિવારો સમાધાન માટે ભેગા થયા બાદ છરી અને પાઇપ ઉડતા બંન્ને જુથના પ વ્યકિતઓને ઇજા થઇ હતી. આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદો થઇ છે.

મળતી વિગતો મુજબ ગોંડલ સરકારી હોસ્પિટલ સામે નદીના ખાડામાં રહેતા દિનેશ રસીકભાઇ સોલંકી દેવીપૂજકએ અશોક ધરમશીભાઇ ચુડાસમા, મનોજ જગદીશભાઇ ચુડાસમા, ભટી અશોકભાઇ ચુડાસમા તથા વિશાલ અશોકભાઇ ચુડાસમા રે. તમામ સરવૈયા શેરી ગોંડલ સામે સીટી પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ ફરીયાદીના દિકરાની પતિ રિસામણે હોય જે બાબતે ફરીયાદીના દિકરાને સાસરીયાઓએ માર મારેલ હોય ફરીયાદી તથા સાહેદ હંસાબેન સમાધાન માગે આરોપીના ઘરે જતા અશોકે છરીની તથા મનોજે લોખંડના પાઇપથી માર મારી ઇજા કરી હતી. તેમજ ફરીયાદીના ભાઇ મુકેશભાઇને ઢીકાપાટુનો માર માર્યો હતો. આ ફરીયાદ અન્વયે ગોંડલ પોલીસે ઉકત ચારેય સામે ગુન્હો દાખલ કરી ધરપકડ કરી હતી.

સામાપક્ષે પ્રકાશભાઇ અશોકભાઇ ચુડાસમાએ જીતેશ દિનેશભાઇ સોલંકી, દિનેશ રસીકભાઇ સોલંકી, હંસાબેન દિનેશભાઇ સોલંકી તથા મુકેશ રસીકભાઇ સોલંકીએ લાકડી અને ઢીકાપાટુનો માર માર્યાની ફરીયાદી તથા સાહેદ સોનલબેનને ઇજા કર્યાની સીટી પોલીસમાં ફરીયાદ નોંધાવી છે. બન્ને ફરીયાદો અંગે હેડ કો. પી.એન. અગ્રાવતે તપાસ હાથ ધરી છે.

(11:43 am IST)