Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ગોંડલમાં વેવાઇ વેલાએ વચ્ચે બઘડાટી : બનેવીને સાળાઓએ સમાધાન માટે બોલાવીને મારમાર્યો

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ,તા. ૭: સરકારી દવાખાના સામે ગોંડલી નદીના ખાડામાં રહેતા દિનેશભાઈ રસીકભાઇ સોલંકી ની પુત્રવધુ રિસામણે બેઠેલી હોય તેને મનાવવા પત્ની હંસાબેન સાથે જતા સામે વેવાઈ પક્ષના અશોક ધરમશીભાઈ ચુડાસમા, મનોજ જગદીશભાઈ ચુડાસમા, ભદી અશોકભાઈ ચુડાસમા અને તેનો ભાઈ વિશાલ સહિતનાઓએ ઝદ્યડો કરી લોખંડના પાઇપ વડે હુમલો કરી, દિનેશભાઇ ને ડાબા હાથમાં છરીનો દ્યા મારી દેતા પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસી કલમ ૩૨૪ ૩૨૩ ૫૦૪ ૫૦૬ ૨, ૧૧૪ તથા જીપીએકટ ૧૩૫ મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

ફરિયાદી દિનેશભાઇ સોલંકી એ પોલીસને જણાવ્યું હતું કે તેના પુત્ર જીતેશ ને તેના સાળા મનોજ, ભદી અને વિશાલે સમાધાન કરવા કોલેજ ચોક માં બોલાવ્યો હતો અને ત્યાં તેને માર માર્યો હતો.

(11:43 am IST)