Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

મોટીબાણુગાર પ્રાથમીક આરોગ્ય કેન્દ્રને રાષ્ટ્રીય એવોર્ડ

ફલ્લા : મોટીબાણુંગાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રને ભારત સરકારની દ્વારા રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ મળ્યો છે. ૩૧૦૦ની વસ્તી ધરાવતાં આ ગામમાં સુવિધાઓથી સજ્જ તેમજ સ્વચ્છતા આંખે વળગે તેવી સુવિધાઓ ઉપલબ્ધ છે. નેશનલ એવોર્ડની યાદીમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર મોટી બાણુંગારમાં ડિસેમ્બર -૧૯માં દિલ્હીથી એનએચએસઆરસી તરફથી નિષ્ણાંત ડોકટરોની ટીમ દ્વારા એસેસમેન્ટ કરવામાં આવ્યું હતું અને ટીમ દ્વારા ગ્રામજનો તથા દર્દીની રૂબરૂ મુલાકાત લઇ ૯૧% માર્કસ આપી શ્રેષ્ઠ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તરીકે પસંદગી થયેલ છે. જીલ્લાના ડો.ધમસાણીયાના માર્ગદર્શન હેઠળ મેડિકલ ઓફીસરશ્રી તથા તમામ સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવીને એવોર્ડ હાંસલ કરેલ તે બદલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફીસર ડો. બિરેન મણવર તથા ડો.ધવલબેન કાલાવડીયા તથા તમામ સ્ટાફને જીલ્લાના ઉચ્ચ અધિકારીશ્રી તરફથી અભિનંદન પાઠવવામાં આવેલ. એવોર્ડ મેળવનાર પ્રા. આરોગ્ય કેન્દ્રની ટીમની તસ્વીર. (તસ્વીરઃ મુકેશ વરિયા-ફલ્લા)

(11:42 am IST)