Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કચ્છ માટે નર્મદાના પાણીની વધારાની દરખાસ્ત ઉડાડી દેવાઇ

યોગ્ય કરવા કચ્છ જલ -પર્યાવરણ વિકાસ સંઘની વિજયભાઇ રૂપાણી -નિતીનભાઇ પટેલને રજુઆત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા. ૭: કચ્છ જલ-પર્યાવરણ વિકાસ સંઘના કન્વીનર અને સહકન્વીનરશ્રીએ  રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નિતીનભાઇ પટેલને પત્ર પાઠવીને કચ્છ જીલ્લાને ફાળવેલ નર્મદા પ્રોજેકટના ૧ એમ.એ.એફ.પાણી આપવા માટેની  લીન્ક કેનાલો અને પમ્પીંગ સ્ટેશનોના કામોને વહીવટી મંજુરી માટેની દરખાસ્તોમાં સઘર્ન લીન્ક કેનાલના કામોનો પણ સમાવેશ કરવા માંગણી કરી છે.

કચ્છના ભાગે આવેલ નર્મદા પ્રોજેકટના ૧ એમ.એ.એફ પાણીના વહેંચણી માટેની ૭ લીન્ક કેનાલોના મ. મલ્ટીમેન્ટેક ઇન્ટરનેશનલ પ્રા. લીમીટેડ તરફથી સૈધ્ધાંતિક સ્વિકાર થયેલ છે.

નકશા અંદાજોમાં સધર્ન લીન્ક કેનાલનો સમાવેશ થયેલ જ નથી. પરંતુ ઉપરોકત ક્રમ-૫ વાળી તા. ૧૪/૧૦/૨૦૨૦ વાળી દરખાસ્ત નં.૨૪૬૫ વાળી સધર્ન લીન્ક કેનાલના ફેજ-૧ માં ટપ્પર ડેમથી રાતા (સતાપર) સુધી ૧ પાઇપ લાઇન અને તેના જ પંપીગ સ્ટેશનના કામનો સમાવેશ છે. જે ખરેખર હાઇકન્ટુર સ્ટોરેજનો ભાગ છે. અમોને જાણવા મળ્યા મુજબ મે. મલ્ટીમેન્ટેક ઇન્ટરનેશનલ પ્રા લીમીટેડ દ્વારા કેનાલની ૨ પાઇપ લાઇન ડાયરેકટ નીકળે છે. અને તેના પંપીગ સ્ટેશન પણ અલગ છે. જેની તા. ૨૪/૭/૨૦૨૦ના રોજ દરખાસ્ત નં.૧૭૧૮થી ટપ્પર જળાશયથી ખેડોઇ  એમ.આઇ. ૦થી ૧૭.૧૬ કીમી સુધીની પાઇપ લાઇન તથા ટપ્પરમાં પમ્પીંગ સ્ટેશન બનાવવા રૂ. ૫૬૮.૩૧૮ કરોડ સધર્ન લીન્ક કેનાલની દરખાસ્ત થઇ હતી.

તેમાં બદલ કરીને ફરી પાછા તા. ૭/૧૦/૨૦૨૦ના રોજ દરખાસ્ત નં. ૨૪૩૪થી ટપ્પર જળાશયથી ખેડોઇ એમ.આઇ. સ્કીમ સુધીના પાઇપ લાઇન તથા ટપ્પરમાં પમ્પીંગ સ્ટેશન બનાવવા ૫૩૯.૭૨ કરોડની ફરી પાછી નવી સધર્ન લીન્ક કેનાલની દરખાસ્ત બનેલ પરંતુ દુઃખ સાથે જણાવવાનું કે તા. ૧૪/૧૦/૨૦૨૦ના રોજ દરખાસ્ત નં. ૨૪૬૫થી સધર્ન લીન્ક કેનાલનો લખપત અબડાસા મુન્દ્રા માંડવી તરફથી ઉપરોકત બન્ને દરખાસ્તોનો છેડ ઉડાડી દીધો છે. અને સધર્ન લીન્ક કેનાલના કોઇ કામનો આ દરખાસ્તમાં સમાવેશ થયેલ નથી. સધર્ન લીન્ક કેનાલની લંબાઇ આશરે ૧૮૦ કિમી જેટલી છે. અને તેના દ્વારા કચ્છના મુન્દ્રા, માંડવી, અબડાસા તેમજ લખપત તાલુકાની ૩૪ જેટલી સિંચાઇ યોજના લાભાન્વિત થવાની છે. આમ તેના ફેજ-૧માં પંપીગ સ્ટેશનો અને શરૂઆતના ભાગની પાઇપ લાઇનના કામોના નકશા અંદાજોનો પણ સમાવેશ કરીને વહીવટી મંજૂરી આપવામાં આવે તેવી અમારી નમ્ર વિનંતી છે. જેથી મુન્દ્ર, માંડવી, અબડાસા, લખપત વગેરે તાલુકાના લોકોને પણ યોગ્ય ન્યાય મળી શકે જે અંગે યોગ્ય કરવા વિનંતી કરી છે.

(11:42 am IST)