Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

પુરાતત્વવિદ પી.પી.પંડયાની કાલે જન્મજયંતિ

જન્મ શતાબ્દી વર્ષે SGVP દ્વારા 'પુરાતત્વ મહારત્ન એવોર્ડ ' જાહેર : ખંભાલીયા બૌધ્ધગુફા, હરપ્પન સંસ્કૃતિનું નગર રોજડી (શ્રીનાથગઢ) સહિત ૨૦૦થી વધુ સંશોધનો કરેલા

રાજકોટઃ સુપ્રસિધ્ધ પુરાતત્વવિદ શ્રી પી.પી.પંડયા સૌરાષ્ટ્ર રાજયના પુરાતત્વ વિભાગના વડા હતા, ત્યાર બાદ મહાદ્વિભાષી મુંબઈ રાજય બનતા સૌરાષ્ટ્ર-કચ્છ-ગુજરાત અને મુંબઈ શહેર વિસ્તારના વડા બન્યા. ગુજરાત રાજયના પ્રથમ વડા તરીકે ચાર્જ લે તેના બે માસ પહેલા ફકત ૩૯ વર્ષની યુવા વયે તેમણે વિદાઈ લીધી. પી.પી.પંડયાએ ફકત ૯ વર્ષની કારકીર્દીમાં સમય અને રજાનો વિચાર કર્યા વગર વિશ્વપ્રસિઘ્ધ ૧૮૦૦ વર્ષ પ્રાચીન બૌઘ્ધ ગુફા, ખંભાલીડા, ૪૫૦૦ વર્ષ પ્રાચીન હરપ્પન સંસ્કૂતિનુ નગર રોજડી (શ્રીનાથગઢ) સહિત ર૦૦ ઉપરાંત સંશોધનો કર્યા જેમા મધ્યકાલીન પાષણયુગના પાંચ સ્થળો, લઘુ પાષણયુગના ૨૦ સ્થળો, હરપ્પન સંસ્કૃતિના ૬૫ ટીંબાઓ, પંદરસો વર્ષ પ્રાચીન ક્ષત્રપકાલીન ૧૧૦ વસાહતો, મૈત્રક કાલીન મંદિરો, પ્રભાસ પાટણમાં સળંગ ૧૮૦૦ વર્ષની સાંસ્કૃતિક ઈતિહાસની કડીઓ શોધી તે ઉપરાંત અનેક ઉત્ખનનો કર્યા. વતન પરસ્ત પુરાતત્વવિદે વતનમાં સંશોધનો માટે રાષ્ટ્રીયકક્ષાના ઉચ્ચ હોદાનો પણ અસ્વીકાર કર્યો. પી.પી.પંડયાનો જન્મ ૮ નવેમ્બર છે. ૨૦૧૯ થી ૨૦ર૦ જન્મ શતાબ્દી વર્ષ.

 જન્મશતાબ્દી વર્ષ દરમ્યાન જુદા જુદા પ્રસંગે સમર્થ પુરાતત્વવિદને ભાવાંજલી, સ્મરાંજલી અર્પવામાં આવી 'ભાતીગળ સૌરાષ્ટ્ર' મેગેઝીને પી.પી.પંડયા અંગે ખાસ વિશેષાંક પ્રસિઘ્ધ કર્યો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ સૌરાષ્ટ્રને દેશના પુરાતત્વીય ઈતિહાસમાં ગૌરવભર્યું સ્થાન અપાવનારને સન્માનવા ' પુરાતત્વ અને શ્રી પી.પી.પંડયાના કાર્યો ' વિષયે વિશિષ્ઠ પરિસંવાદ યુનિ. કેમ્પસ ખાતે યોજયો જેના મુખ્ય વકતા હતા જાણીતા સાહિત્યકાર, ઈતિહાસવિદ, પુરાતત્વાવિદ શ્રી નરોત્ત્।મભાઈ પલાણ. માર્ચ મહિનાથી કોરોના મહામારી શરૂ થતા શ્રી જયાબહેન ફાઉન્ડેશન દ્વારા પી.પી.પંડયાની સ્મૃતિમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રોજમદાર ત્રીજા-ચોથા વર્ગના કર્મચારીઓને ઘઉં, ચોખા, ખીચડી, તુવેરદાળ, ચણાદાળ, તેલની રાસનકિટનું ૧૨ મે, ૬ ઓગસ્ટ તથા ૧૩ સપ્ટેમ્બર એમ ત્રણ વખત વિતરણ કરવામાં આવ્યું.

   રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ આદરપાત્ર સ્થાન ધરાવતા પુ. સ્વામી માધવપ્રિયદાસજી અને શ્રી સ્વામીનારાયણ ગુરુકુલ વિશ્વવિધા પ્રતિષ્ઠાનમ- એસજીવીપી સંસ્થા, અમદાવાદે પી.પી.પંડયાની જન્મશતાબ્દી વર્ષ નિમિત્ત્।ે તેમના પુરાતત્વ ક્ષેત્રના અમુલ્ય પ્રદાન બદલ મરણોત્ત્।ર 'પુરાતત્વ મહારત્ન એવોર્ડ ' જાહેર કર્યો. તેના પુરાતત્વવિદો, ઈતિહાસવિદો, શિક્ષણવિદો, સાહિત્યકારો, કટારલેખકો તરફથી વિસ્તૃત આવકારતા અને સંશોધનો અંગેના પત્રો-લેખો મલ્યા જેને દળદાર ગ્રંથ તરીકે પ્રકાશીત કરવાનો નિર્ણય શ્રી જયાબહેન ફાઉન્ડેશન દ્વારા લેવામાં આવ્યો છે, આજની અને આવતી પેઢીના વિધાર્થીઓ, સંશોધકો માટે આ પ્રેરણાદાઈ સંદર્ભગ્રંથ બનશે.

પુરાતત્વવિદ પી.પી.પંડયાને જન્મ શતાબ્દી વર્ષ દરમ્યાન વિવિધ કાર્યોથી ભાવાંજલી, શ્રઘ્ધાંજલી , સ્મરણાંજલી અર્પવામાં આવેલ હતી. (શ્રી પરેશ પંડયા મો.૯૮૨૫૨ ૧૮૯૦૩)

(11:41 am IST)