Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

શ્રી દ્વારકાધીશ મંદિર દિપોત્સવી ઉત્સવ કાર્યક્રમ

સોશ્યલ ડિસ્ટન્સ-માસ્ક સહિત કોવિડ-૧૯ ની ગાઇડ લાઇનનું પાલન કરાશે

(વિનુભાઇ સામાણી દ્વારા) દ્વારકા તા. ૬ :.. આગામી દિપાવલી, નુતન વર્ષ ઉત્સવને અનુલક્ષીને તા. ૧૩-૧૧-ર૦ર૦ થી તા. ૧૬-૧૧-ર૦ર૦ દરમ્યાન શ્રીજીના દર્શનનો ક્રમ નીચે મુજબ રહેશે તો સર્વેએ દર્શનનો કોવિડ-ર૦૧૯ ના સંક્રમણને અટકાવવાના હેતુસર સોશ્યલ ડીસ્ટન્સ જાળવી, માસ્ક, પહેરી ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરેલ ગાઇડ લાઇનનું ચુસ્ત પાલન કરી દર્શનનો લાભ લેવા વહીવટદારશ્રીએ જણાવ્યું છે.

ક્રમ

તારીખ

વાર

પર્વ

શ્રીજીના દર્શનના સમયની વિગત

૧.

૧૩-૧૧-ર૦ર૦

શુક્રવાર

ધનતેરસ

* શ્રીજીનાં દર્શન નિત્યક્રમ મુજબ

ર.

૧૪-૧૧-ર૦ર૦

શનિવાર

રૂપ ચૌદશ અને

દિપાવલી

* મંગળા આરતી સવારે પ.૩૦ કલાકે

* શ્રીજીનાં દર્શન નિત્યક્રમ મુજબ

* અનોસર  (મંદિર બંધ) બપોરે ૧ કલાકે

* ઉત્થાપન દર્શન સાંજે પ-૦૦ કલાકે

* હાટડી દર્શન રાત્રે ૮-૦૦ થી ૮-૩૦ કલાક સુધી

* અનોસર (મંદિર બંધ) રાત્રે ૯-૪પ કલાકે

3.

૧પ-૧૧-ર૦ર૦

રવિવાર

નૂતન વર્ષ

અન્નકુટ

* મંગલા આરતી સવારે ૬-૦૦ કલાકે

* શ્રીજીનાં દર્શન નિત્યક્રમ મુજબ

* અનોસર (મંદિર બંધ) બપોરે ૧ કલાકે

* અન્નકુટ દર્શન સાંજે પ-૦૦ થી ૭-૦૦ કલાક સુધી

* અનોસર (મંદિર બંધ) રાત્રે ૯-૪પ કલાકે

4.

૧૬-૧૧-ર૦ર૦

સોમવાર

ભાઇબીજ

* મંગલા આરતી સવારે ૭-૦૦ કલાકે

* શ્રીજીનાં દર્શન નિત્યક્રમ મુજબ

* અનોસર (મંદિર બંધ) બપોરે ૧ કલાકે

* સાંજનો ક્રમ નિત્યક્રમ મુજબ 

(11:37 am IST)