Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

રીબડા નજીક અજાણ્યા વાહનની ઠોકરે બાઇકસ્વાર ગોપાલ અલગોતરનું મોત

રાજકોટ તા. ૭: રીબડા નજીક જગતાત હોટેલ પાસે સર્વિસ રોડ પર અજાણ્યા વાહનની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકસ્વાર યુવાનનું ગંભીર ઇજા થતાં મોત નિપજ્યું છે.

જાણવા મળ્યા મુજબ સાંજે અજાણ્યા એક યુવાનને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જેને રીબડા નજીક બાઇક અને અજાણ્યા વાહનના અકસ્માતમાં ઇજા થયાનું ૧૦૮ના સ્ટાફે જણાવતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ તાલુકા પોલીસને જાણ કરી હતી. સારવાર દરમિયાન યુવાનનું રાતે મોત નિપજ્યું હતું. ગોંડલ તાલુકા પોલીસે તપાસ કરતાં આ અજાણ્યા યુવાનનું નામ ગોપાલભાઇ લક્ષમણભાઇ અલગોતર (ઉ.વ.૩૦) હોવાનું ખુલતાં તેના સ્વજનોને જાણ કરવામાં આવી હતી. ગોપાલભાઇ બાઇક હંકારીને સર્વિસ રોડ પર જતો હતો ત્યારે અજાણ્યા વાહની ઠોકરે ચડી જતાં અકસ્માત સર્જાયો હતો.

(11:33 am IST)