Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

વડીયાના અનિડામાં જુગાર રમતા ૫ ઝડપાયા

અમરેલી : વડીયા તાલુકાનાં અનીડા ગામની સીમમાં વેલજીભાઇ વલ્લભભાઇ નરોડીયાની વાડી પાસે કેટલાક ઇસમો ભેગા મળી જુગાર રમે છે, તેવી બાતમી આધારે અમરેલી એલ.સી.બી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. શ્રી.આર.કે.કરમટા તથા પો.સ.ઇ. પી.એન.મોરીની રાહબરી નીચે એલ.સી.બી.ટીમે બરેઇડ કરતા કુલ ૫ ઇસમો રોકડ રકમ તથા મોટર સાયકલો તથા ટાટા છોટા હાથી વાહન તથા જુગારના સાહિત્ય સાથે પકડાઇ ગયેલ અને ૨ ઇસમો નાસી ગયેલ પકડાયેલ આરોપીઓ (૧) હીમાંશુભાઇ વેલજીભાઇ નરોડીયા, ઉ.વ.૩૩,  (૨) મનુભાઇ લખુભાઇ હુદડ, ઉ.વ.૪૦, રહે. દેરડી તા. ગોંડલ (૩)નીજામભાઇ કાસમભાઇ પિંજરા, ઉ.વ.૪૫,રહે. ખજુરી પીપરીયા તા.વડીયા (૪)ઉદયભાઇ ખાન્ચંદભાઇ ગોધાણી, ઉ.વ.૩૮, રહે.દેરડી,  (૫)રાજુભાઇ અરજણભાઇ ગરણીયા, ઉ.વ.૪૦, રહે.વીન્જીવડ, તા.ગોંડલ છે અને નાસી ગયેલ ઇસમ (૬) સીકંદરભાઇ બાબુભાઇ પઠાણ, રહે. દેવળીયા મોટા તા.બાબરા,  (૭)કલ્પેશભાઇ છગનભાઇ વરીડીયા, રહે.દેરડી  છે. રોકડા રૂ.૪૦,૨૫૦/- તથા મોટર સાયકલ – ૨ કિ.રૂ.૪૦,૦૦૦/- તથા ટાટા છોટા હાથી વાહન -૧, કિં.રૂ.૧,૦૦,૦૦૦/- તથા ગંજી પતાના પાના નંગ-૫૨ કિં.રૂ.૦૦/૦૦ નાં મળી કુલ કિં.રૂ.૧,૮૦,૨૫૦/- નો મુદામાલ કબ્જે કરેલ છે.

(11:31 am IST)