Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

કેશુભાઇ પટેલને શ્રધ્ધાંજલી અર્પતી કેશોદની સામાજિક સંસ્થાઓ

(કિશોરભાઇ દેવાણી દ્વારા) કેશોદ :  જુદીજુદી સામાજિક સંસ્થાઓ દ્વારા પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલની શ્રધ્ધાંજલી સભાનુ શરદચોક લેઉવા પટેલ સમાજ ખાતે આયોજન કરવામાં આવેલ હતુ.આ તકે મોટી સંખ્યાં સામાજીક સંસ્થાના આગેવાનો તેમજ શહેરી શ્રેષ્ઠીઓ હાજર રહી ભાવભરી શ્રધ્ધાંજલી અર્પી હતી. પુર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ સાથે નો નાતો યાદ કરી તેઓનાં શાસનકાળ દરમ્યાન રાજયમા થયેલ જુદી જુદી વિકાસ કામગિરીને યાદ કરી જુદા જુદા વકતાઓએ તેમને શ્રધ્ધાંજલી અર્પેલ હતી.

(11:29 am IST)