Gujarati News

Gujarati News

News of Saturday, 7th November 2020

ટંકારાના હરબટીયાળી નજીક ટ્રકની ઠોકરે ખેડૂતને ઈજા

મોરબીઃ ટંકારાના હરીપર (ભૂ) ના રહેવાસી પ્રવીણભાઈ વશરામભાઈ ભાગિયાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે ટ્રેકટર જીજે ૦૩ સીએલ ૪૬૪૧ લઈને ટ્રોલી રજી નંબર જીજે ૦૩ વી ૩૦૪૫ માં મોરબી સંદ્યમાં મગફળી વેચવા જઈ રહ્યા હોય ત્યારે હરબટીયાળી નજીક ટ્રક જીજે ૧ એટી ૯૮૭૫ના ચાલકે પાછળથી ઠોકર મારતા પ્રવીણભાઈ ભાગિયા અને અન્ય એકને ઈજા પહોંચી છે ટંકારા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી તપાસ ચલાવી છે.

(11:28 am IST)