Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોરબીના હરીપર નજીક બાઈક હોકળામાં ઉતરી જતા બાઈક ચાલકનું મૃત્યુ.

હરીપર ગામ તરફ જવાના રસ્તે ગોલાઇ ઉપર અચાનક બાઈક હોકળામાં ઉતરી ગયું

મોરબી તાલુકાના હરીપર ગામ પાસે મોરબી માળીયા હાઇવે રોડથી હરીપર ગામ તરફ જવાના રસ્તે ગોલાઇ ઉપર અચાનક બાઈક હોકળામાં ઉતરી જતા ગંભીર જતા થવાથી બાઈક ચાલકનું મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાંથી પ્રાપ્ત વિગતો અનુસાર બુંદલાભાઇ ઉર્ફે રાજનભાઇ વેરસીંગભાઇ પલાસીયા (ઉવ.૨૨ રહે. હાલ મોરબી, મહેશભાઇ ભારાભાઇ વકાતરના ઘરે ત્રાજપર ખારી તા.જી.મોરબી, મૂળ મધ્યપ્રદેશ) નામનો યુવાન ગત તા.૬ના રોજ રાત્રીના સમયે પોતાના GJ-3-AP-3154 નંબરના બાઈક લઈને મોરબી તાલુકાના હરીપર ગામ પાસેથી કોઈ કામસર પસાર થઈ રહ્યો હતો. ત્યારે મોરબી તાલુકાના હરીપર ગામ પાસે મોરબી માળીયા હાઇવે રોડથી હરીપર ગામ તરફ જવાના રસ્તે ગોલાઇથી વળવા જતા બાઈક વળેલ નહિ અને બાઈક રોડની સાઇડમા હોકળામા ઉતરી જતા બાઈક ચાલક બુદલાભાઇને માથામા તથા પગમા ગંભીર ઇજા થતા તેમનું મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(10:23 pm IST)