Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

અમરેલી જીલ્લાના ૧૪૭ ગ્રામિણ વિસ્‍તારમાં સ્‍ટેચ્‍ય ઑફ યુનિટીનું અનાવરણ યોજાશે

(દિપક કનૈયા દ્વારા) બાબરાઃ લાઠી બાબરા સહિત અન્‍ય તાલુકાના અને અમરેલી જીલ્લામાં  ગ્રામિણ વિસ્‍તારમાં લોહપુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્‍મ દિવસની ભવ્‍ય ઉજવણી કરવામાં આવશે બાબરા નજીક ચમારડી ગામના વતની અને  અનોખી સમાજ સેવાના ભેખધારી ગોપાલભાઈ વસ્‍તરપરાના સહયોગથી એક અનોખો સંકલ્‍પ ધારણ કર્યો છે કે લાઠી બાબરા દામનગર સહિત સમગ્ર અમરેલી જીલ્લાના ૧૪૭ ગામોમાં વિવિધ રાજકીય મહાનુભાવો અને સામાજીક અગેવાનોનોની ઉપસ્‍થિતિમા સરદારશ્રીની પ્રતિમાંનું અનાવરણ કરીને  પુષ્‍પાંજલિ અર્પણ કરીને લાઠી બાબરા દામનગર અમરેલી જીલ્લાના ગ્રામિય પંથકોમાં આઠ ફૂટ ઊંચી પ્રતિમાં સ્‍થાપિત કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે ત્‍યારે ચમારડી ગોપાલભાઈ વસ્‍તરપરના રાધે ફાર્મ હાઉસ ખાતે સરદાર પટેલનું સ્‍ટેચ્‍યુ લઈજવા માટે મોટી સંખ્‍યામાં વાહનો લઈને કાર્યકર્તાઓનો મેળાવડો જામ્‍યો હોય તેવા ઉમંગ સાથે દરરોજ ૧૫ વધી પ્રતિમાનું ગામડે ગામડે પહોંચાડવા માં આવે છે ચમારડીના ભામાશા ગોપાલ વસ્‍તરપરાએ વધુમાં જણાવ્‍યું હતું કે આગામી ૩૧ ઓક્‍ટોબરના દિવસે સરદાર પટેલની જન્‍મ જંયતિના દિવસે વધુમાં વધુ ગામોમાં સરદાર પટેલની પ્રતિમાં મુકવામાં આવે અને રાષ્‍ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે તેવું આહવાન કરવામાં આવ્‍યું હતું. 

(2:16 pm IST)