Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જૂનાગઢ ૧૮૧ મહિલા હેલ્‍પ લાઈન દ્વારા ૧૦ મહિનાની બાળકી અને માતાનું પુનઃ મિલન

જૂનાગઢ તા.૭ : જૂનાગઢ  સીટીમાં કાર્યરત ૧૮૧ મહિલા હેલપલાઇનમાં જૂનાગઢના ગ્રામ્‍ય વિસ્‍તારમાંથી એક ફોન  આવેલ. જે એક બાળકીની માતા  દ્વારા ફોન કરવામાં આવેલ કે  તેમની બાળકી સાસરીમાં હોય અને ૮દિવસથી બાળકી તેમનાથી દુર હતી. સાસરીવાળા બાળકી આપતા ન હોય જેથી સમજાવી બાળકી લેવા માટે જવું હોવાથી ૧૮૧ મહિલા હેલ્‍પ  લાઈનની મદદ લીધી હતી. જેના પગલે  તુરંત ૧૮૧  મહિલા હેલ્‍પલાઇન જૂનાગઢ ટીમના કાઉન્‍સેલર અરુણાબેન કોલડીયા તથા મહિલા પોલીસ કોન્‍સ્‍ટેબલ અસ્‍મિતા બેન ગોંડલીયા તથા પાયલોટ  રાહુલભાઇ ખાવડું સહિતની ટીમ સ્‍થળ પર પહોંચી પીડિતા બહેનને મળી કાઉન્‍સેલીંગ કરાયું હતુ.  

કાઉન્‍સેલીંગ કરતા જણાયેલ કે ત્રણ વર્ષથી લગ્ન થયેલા હોય અને સંતાનમાં ૧૦ મહિનાની બાળકી હોય  અને પતિ પત્‍ની વચ્‍ચે  ચારિત્ર્ય પરની શંકાને કારણે બોલાચાલી થતાં પતિએ પત્‍નીને પિયરે જતા રેહવાનું કહી બાળકી  આપી ન હતી. પીડિતા બહેન ૮ દિવસથી પિયરમાં હોય અને સમાજના આગેવાનો દ્વારા સમાધાનનો -યત્‍ન કરતા  સમાધાન થયેલ ના હોય જેથી પીડિતા બહેન  કેશોદ પોલીસ બેઇઝ સપોર્ટ સેન્‍ટર પર ગયા હતા.  અને અરજી આપેલ પરંતુ તેમના પતિ  બાળકી આપવા આવેલ નહિ.  જેથી પીડિતા બહેને ૧૮૧ મહિલા હેલ્‍પ લાઈનની મદદ લેતા જૂનાગઢ ૧૮૧ ટીમ પીડિતા બહેન ને લઇ  સાસરી માં જતા ૧૮૧ ટીમ દ્વારા સાસરી પક્ષનું કાઉન્‍સેલીંગ કરી બંને પક્ષ ને કાયદાકીય માર્ગદર્શન આપી સમજાવતા સાસરી પક્ષ બાળકી આપવા માટે સહમત થતાં  બંને પક્ષની રાજીખુશીથી લેખિત સહમતી થી ૧૦ મહિનાની બાળકી તેમની માતાને સોંપી હતી.

(2:13 pm IST)