Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સાંપ્રત સંસ્‍થા દ્વારા વધુ એક મનોદિવ્‍યાંગ બાળકને પરિવાર સાથે મિલન

જુનાગઢ : દિવ્‍યાંગ ક્ષેત્રે કામ કરતી સંસ્‍થા સાંપ્રત એજયુકેશન એન્‍ડ ચેરીટેબલ ટ્રસ્‍ટ જુનાગઢ સંસ્‍થામાં સમગ્ર ગુજરાતમાંથી દિવ્‍યાંગ અનાથબ ાળકો આવે છે. સંસ્‍થાના પ્રયાસોથીબાળકોના વાલી મળી રહે તે માટે પ્રયત્‍ન થઇ રહયા છે.જેમાં ચિલ્‍ડ્રન હમો ફોર બોયઝ કતારગામ સુરત ખાતેથી આવેલું બાળક મનોદિવ્‍યાંગ હોય જેમના વાલી શોધવા માટે પ્રયત્‍ન કરેલ. આ બાળકના વાલી ઉત્તર પ્રદેશના મળી આવેલ.બાળકના આધારકાર્ડની સંપુર્ણ માહિતી મેળવી તેમનાવાલી સુધી પહોંચેલ. વિશ્વ સેરેબ્રલ પાલ્‍સી દિવસ નિમિતે આ બાળકને તેમના પિતાને સોંપેલ. જેમાં બાળકના તમામ જરૂરી ડોકયુમેન્‍ટ ચેક કરેલ. આ રીતે અત્‍યાર સુધીમાં આવા ૬ મનોદિવ્‍યાંગ બાળકોને તેમના પરિવાર સાથે મિલન કરાવેલ છે. આ પ્રસંગે બાળ કલ્‍યાણ સમિતિના ચેરપર્સન ગીતાબેન માલમ, જયરાજભાઇ અને સભ્‍યો તથા બાળ સુરક્ષા અધિકારીશ્રી રમેશભાઇ મહિડા ઉપસ્‍થિત રહેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંસ્‍થાના પ્રમુખ મહેન્‍દ્રભાઇ પરમાર તથા સ્‍ટાફે જહેમત ઉઠાવી હતી. 

(2:13 pm IST)