Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

તામસી સ્‍વભાવના યુવાને ઝેર ખાઈને આપઘાત કર્યો : ચંદ્રાવાડા ગામનો બનાવ

જામ ખંભાળિયા, તા.  ૭ : કલ્‍યાણપુર તાલુકાના ચંદ્રાવાડા ગામે રહેતા મેરુભાઈ માંડણભાઈ મોઢવાડિયા નામના ૨૮ વર્ષના યુવાને ગત તા.૪ ના રોજ પોતાના હાથે ઝેરી દવાના ટીકડા ખાઈ લેતા તેને વધુ સારવાર અર્થે હોસ્‍પિટલમાં ખસેડવામાં આવ્‍યો હતો. જ્‍યાં સારવાર દરમિયાન તેમનું મળત્‍યુ નીપજ્‍યું હતું.

 મળતક યુવાન મેરૂભાઈ તામસી સ્‍વભાવનો હોય, તેણે પોતાના પત્‍નીને વાડીમાં પાણી વારવા જવાનું કહેતા તેણીને ઘરનું કામ હોવાથી પાણી વારવા જવાની ના કરી હતી. જેથી મેરૂભાઈ ગત તારીખ ૪ ના રોજ સવારના સમયે ઘરેથી નીકળી ગયા બાદ આ પગલું ભરી લીધું હોવા અંગેની જાણ મળતકના પિતા માંડણભાઈ ભીમાભાઈ મોઢવાડિયાએ કલ્‍યાણપુર પોલીસને કરી છે. જે અંગેની નોંધ કરવામાં આવી છે.

ઓખામાં પરપ્રાંતીય યુવાનનું અપમળત્‍યુ

 ઓખાના ગાંધીનગરી ભુંગામાં મહારાષ્‍ટ્ર રાજ્‍યના જલંધર જિલ્લાના ભોગપુર ગામ ખાતે રહેતા સોહનસિંહ તનસી નામના ૩૫ વર્ષના યુવાનને વિવિધ પ્રકારની બીમારીઓ લાગુ પડતા તેમનું મળત્‍યુ નીપજ્‍યું હોવા અંગેની જાણ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાઈ છે.

ખજુરીયા ગામે ચાર જુગારીઓ ઝડપાયા

 ખજુરીયા ગામે સ્‍થાનિક પોલીસે જુગાર દરોડો પાડી, નદી કાંઠે બાવળની ઝાડીમાં બેસીને જુગાર રમી રહેલા સામરા વેરશી જામ, હરીશ સામરા જામ, દેવશી દેવાત ડુવા અને જીવા લખુ વેસરા નામના ચાર શખ્‍સોને ઝડપી લઇ, કુલ રૂપિયા ૧૬,૯૫૦ નો મુદ્દામાલ કરજે કરી, જુગારધારાની કલમ મુજબ જરૂરી કાર્યવાહી કરી હતી.

(1:59 pm IST)