Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

પોરબંદર જિલ્લા કોંગ્રેસના મહામંત્રીપદેથી કાંતિલાલભાઇ બુધેચાનું રાજીનામુ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ : ઇન્‍ડિયન નેશનલ કોંગ્રેસના જિલ્લા મહામંત્રી પદેથી કાંતિલાલભાઇ બી. બુધેચાએ રાજીનામુ ધરી દીધું છે તેમજ છાંયા નગરપાલિકાના પૂર્વ કોંગ્રેસ સભ્‍ય અને હાલ કોંગ્રેસના કાર્યકર ચાંદનીબેન કાંતિલાલભાઇ બુધેચાએ રાજીનામુ આપ્‍યું છે. જિલ્લા કોંગ્રેસના મહામંત્રીપદેથી કાંતિલાલભાઇ બી. બુધેચા તથા કોંગ્રેસના સભ્‍યપદેથી ચાંદનીબેન કાંતિલાલભાઇ બુધેચા બન્‍નેએ પોતાના રાજીનામા કોંગ્રેસ કાર્યલયે મોકલવી આપેલ છે.

(4:35 pm IST)