Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

મોબાઇલના વળગણથી બાળક એકલવાયુ અને ડિપ્રેશનનો શિકાર બની જાય છે

બાળરોગ નિષ્‍ણાંત ડો. જય બદ્દીયાણીએ જણાવેલ કે વાલીઓએ બાળકોને મોબાઇલનો ઉપયોગ મર્યાદિત સમય માટે આપવો જોઇએ

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ : વર્તમાન સમયમાં બાળકોમાં વધતું જતું મોબાઇલના વળગણી સામે  બાળરોગ નિષ્‍ણાંત ડો. જય બદ્દીયાણીએ વાલીઓને ચેતવણી આપતા જણાવેલ કે બાળકોને મોબાઇલનો ઉપયોગ મર્યાદિત સમયમાં કરવા દેવો જોઇએ.

ડો. જય બદ્દીયાણીએ જણાવેલ કે મોબાઇલનો રાત્રીના ઉપયોગથી ઉંઘ વહેલી આવતી નથી. બાળકોને મોબાઇલનો વધુ પડતો ઉપયોગ કરવા દેવાથી બાળક એકલાવાયુ બની જાય છે. અને બાળક દુનિયાદારીથી વિખુટુ પડતું જાય છે. મોબાઇલનું વ્‍યસન થયેલા બાળકોને મોબાઇલ ન આપો તો બાળકો ઘરમાં તોડફોડ કરી લેતાના બનાવો સમાજમાં બનતા જાય છે.

બાળકોને જમવા સમયે મોબાઇલ જોવાની ટેવ પાડવી ન જોઇએ મોબાઇલના સતત ઉપયોગથી બાળકની આંખો અને મગજને નુકશાન થાય છે.

(1:35 pm IST)