Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

સુત્રાપાડા શહેરમાં નવદુર્ગા મંદિરે રાવણ દહન

 સુત્રાપાડા : શહેરમાં દર વર્ષે આપણ સત્યના પ્રતિક શ્રી રામનું પુજન અને અસત્યના  પ્રતિક રાવણનું દહન કરીએ છીએ દશેરા પર્વની પાછળ રહેલો મુળ હેતુ તો આજ છે અને ઉમદા છે માત્ર તેને સમજવાની એક સાચી દ્રષ્ટી આપણે આપણામાં પ્રગટ કરવાની છે તેમજ વર્ષની પરંપરાગત મુજબ રાવણ દહન માં ૨૧ ફુટનો બનેલા રાવણના પુતળાનું દહન કરવામાં આવ્યું હતું જેને જોવા માટે શહેરની જનતા તેમજ આજુ બાજુના ગામના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા તેમજ રાવણનું પુતળાને તૈયાર કર્યાે હતો. જેમાં મોચી સમાજના અગ્રણી જેઠવા ભીખાભાઈ, કોળી સમાજના અગ્રણી પરબતભાઈ કમડિયા, ગૌસ્વામી રમેશ બાપુ, પરમાર કાનાભાઈ તેમજ સામતભાઈ કામડિયાએ જહેમત ઉઠાવીને આ ૨૧ ફુટનો રાવણ બનાવ્યા ેહતો નવરાત્રી નવ દિવસ ભજવાતી રામલીલાના અંતે વિજયા દશમીના દિવસે રાવણનું પુતળું બાળી રાવણ વિજયના પ્રસંગ ઉજવાયો હતો. (તસ્વીર-અહેવાલ  : રામસિંહ મોરી, સુત્રાપાડા)

(11:57 am IST)