Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જૂનાગઢ ખાતે યુવા સંવાદ કાર્યક્રમ અંતર્ગત વક્‍તળત્‍વ સ્‍પર્ધા યોજાઇ

 જૂનાગઢ : શહેરમાં આવેલ બહાઉદિન સાયન્‍સ કોલેજ ખાતે જિલ્લા કક્ષાનો યુવા સંવાદ કાર્યક્રમ યોજાયો હતો જે અંતર્ગત વક્‍તળત્‍વ સ્‍પર્ધા યોજાય હતી જેને ઉપસ્‍થીત મહેમાનો એ દિપ પ્રાગટય કરી શરુ કરી હતી. આ સ્‍પર્ધામાં ૪૫ થી ૫૦ યુવા ભાઇઓ અને બહેનોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમ મા વિજેતાઓને ભાઇઓમાં પ્રથમ અને બીજા ક્રમાકને રોકડ પુરસ્‍કાર ૧૫૦૦-૧૫૦૦ રૂપિયા અને બહેનોમાં પ્રથમ અને બીજા ક્રમાકને રોકડ પુરસ્‍કાર ૧૫૦૦-૧૫૦૦ રૂપિયા અને પ્રમાણપત્ર અપાયા હતા. કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે જયશ્રીબેન વેકરીયા (પ્રિન્‍સિપાલ  સરદાર પટેલ કન્‍યા વિદ્યાલય) અને ઉમેદભાઇ ગામી (ભાવનાબેન ચીખલીયા ફાઉન્‍ડેશન, જૂનાગઢ) હાજર રહ્યા હતા. આ કાર્યક્રમમાં  દુષ્‍યંત વી.ભટ્ટ (નાયબ નિયામક, નેહરુ યુવા કેન્‍દ્ર), ભટ્ટભાઇ  (પ્રિન્‍સિપાલ શ્રી બહાઉદિન સાયન્‍સ કોલેજ) પ્રતાપસિંહ પરમાર (નેહરુ યુવા કેન્‍દ્ર), અનકભાઇ ભુકન (નેહરુ યુવા કેન્‍દ્ર), હર્ષદ વાજા (સામાજીક કાર્યકર), બહાઉદિન સાયન્‍સ કોલેજ સ્‍ટાફ અને નહેરુ યુવા કેન્‍દ્રનો સ્‍ટાફ હાજર રહયો હતો.(તસ્‍વીર-અહેવાલ : વિનુ જોષી જૂનાગઢ)

(11:49 am IST)