Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

ઉનાઃ ચોરાઉ બાઇક સાથે યુવાન ઝડપાયો

(નવીન જોષી દ્વારા) ઉના, તા., ૭: પોલીસ પેટ્રોલીંગ દરમિયાન ચોરાઉ બાઇક સાથે ગીર ગઢડાના ડમાસા ગામના બાબુ જીવાભાઇ  વંશ (ઉ.વ.૪૦)ને પોલીસે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્‍યવસ્‍થાની પરિસ્‍થિતી જળવાઇ રહે તે હેતુથી જુનાગઢ વિભાગના (ઇ.ચા.) નાયબ પોલીસ મહાનીરીક્ષક નિલેશકુમાર જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા દ્વરા જીલ્લામાં મિલ્‍કત સબંધી ગુનાઓ બનતા અટકાવવા માટે તેમજ બનેલ ગુનાઓ શોધી કાઢવા માટે  પરીણામલક્ષી કામગીરી કરવા ખાસ સુચના કરેલ હોય જે અનુસંધાને એસઓજી શાખાના ઇન્‍ચાર્જ પો.ઇન્‍સ. એ.બી.જાડેજા તથા પો.સબ. ઇન્‍સ. આર.એચ.મારૂ સાહેબના માર્ગદર્શન અનુસંધાને એસ.ઓ.જી. સ્‍ટાફના એ.એસ.આઇ. ઇબ્રાહીમશા બી. બાનવા તથા પો.હેડ કોન્‍સ. કમલેશભાઇ જે.પીઠીયા તથા સુભાષભાઇ પી.ચાવડા તથા પો.કોન્‍સ. મેહુલસિંહ પી.પરમાર એ રીતેના ઉના-ગીરગઢડા પો.સ્‍ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્‍યાન એસ.ઓ.જી. સ્‍ટાફના પો.હેડ કોન્‍સ.મેહુલસિંહ પરમારને મળેલ સંયુકત બાતમી હકિકત આધારે બાબુ જીવાભાઇ વંશ કોળી ઉ.વ.૪૦, ધંધો મજુરી રહે. ડમાસા, તા.ગીરગઢડા વાળા પાસેથી હોન્‍ડા કંપનીની લીવો મો.સા. જેના રજી.નં. જીજે ૩ર ડી ૦૬૦ર, ચેસીસ નં. એમઇ૪જેસી૭૧૩એફજીટી૦૩૦૬૨૬ મોટર સાયકલ અંગે કોઇ સંતોષકારક જવાબ આપતા ન હોય અને મો.સા.છળકપટથી કે ચોરી કરી મેળવેલ હોય જેથી આ આરોપી વિરૂધ્‍ધ સી.આર.પી.કલમ૧૦૨, ૪૧ (૧) ડી મુજબ કાયદેસર કાર્યવાહી કરી આ બાબતે  ઇગુજકોપમાં ખરાઇ કરતા ઉના પો.સ્‍ટે.માં ચોરી મુજબનો ગુનો દાખલ થયેલ હોય જે ચોરીની અનડીટેકટ ગુનો શોધી કાઢેલ છે.

(11:42 am IST)