Gujarati News

Gujarati News

News of Friday, 7th October 2022

જસદણના પારેવાળા ગામ પાસે ૨ જુદા-જુદા બનાવમાં ૨ ટ્રકોએ હડફેટે લેતા ૬ ભેંસના મોત

(વિજય વસાણી દ્વારા) આટકોટ તા. ૭ : જસદણના પારેવાળા ગામ પાસે બે જુદા જુદા બનાવમાં બે ટ્રકોએ ભેંસોને હડફેટે લેતા ૬ ભેંસોના મોત થયા છે.

આ બનાવની પ્રાપ્‍ત વિગતો મુજબ ગત મોડી સાંજે જસદણ - કમળાપુર રોડ ઉપર પારેવાળા ગામ પાસે મીરાભાઇ ધુધાભાઇ ખાંભલા (માલધારી) પોતાના ઢોરને લઇ ઘરે જતા હતા એ દરમિયાન ટ્રકે તેમની ભેંસોને હડફેટે લેતા પાંચ ભેંસોના ઘટના સ્‍થળે જ મોત થયા હતા. જ્‍યારે મોડી રાત્રે બીજા બનાવમાં અજયભાઇ રત્‍નાભાઇ ખાંભલા (માલધારી) ગામ પારેવાળાની ભેંસને બીજા ટ્રકે હડફેટે લેતા તેમની એક ભેંસનું મોત થયું હતું.  આ બનાવની જાણ થતા ભાડલા પોલીસ ઘટના સ્‍થળે દોડી જઇ ધોરણસરની કાર્યવાહી કરી હતી.  પ્રથમ બનાવમાં ટ્રક ડ્રાઇવર ટ્રક લઇ ભાગી ગયો હતો. બાદમાં કમળાપુર ગામમાં ટ્રક રેઢો મુકી ડ્રાઇવર નાશી છૂટયો છે.

(11:36 am IST)