Gujarati News

Gujarati News

News of Wednesday, 7th October 2020

પોરબંદરના સીમર અને રાણા રોજીવાડામાં એક કલાકમાં એકથી દોઢ ઇંચઃ મગફળી ઉપાડવાનું કામ બગડયું

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ૭ : તાલુકાના સીમર રાણા રોજીવાડા તથા આજુબાુજના ગ્રામ્ય વિસ્તારો જારેરા, ઇશ્વરિયા વગેરે ગામોમાં ગઇકાલે સાંજે ૪ થી પ વાગ્યામાં એક કલાકમાં એકથી દોઢ ઇંચ વરસાદ વરસી જતા મગફળી ઉપાડતા ખેડુતો મુંઝવણમાં મુકાય ગયા હતા વરસાદથી મગફળી ઉપાડવાનું કામ બગડયું હતું.

ચોમાસા દરમ્યાન મેઘરાજાએ પોરબંદર પંથક પર મહેર વરસાવી છે. મોસમનો રર૦ ટકાથી વધુ વરસાદ પડયો છે. હાલ ભારે ગરમી અને ઉકળાટ હતો ત્યારે ગઇકાલે બપોરે ૪ વાગ્યે પોરબંદર તાલુકાના સીમર રાણા રોજીવાડા જારેરા, ઇશ્વરીયા સહીતના ગ્રામ્ય વિસ્તારોમાં વાતાવરણમાં એકાએક પલટો જોવા મળ્યો હતો અને વરસાદ વરસ્યો હતો એક કલાકમાં એકથી દોઢ ઇંચ વરસાદ ખાબકી ગયો હતો.

 હાલ ખેતરોમાં મગફળી ઉપાડવાનું કામ ચાલુ છે ત્યારે વરસાદ વરસતા ખેડુતો મુશ્કેલીમાં મુકાઇ ગયા હતા ખેતરોમાં પાણી ભરાય ગયા? હતા મગફળી ઉપાડવાનું કામ બગડયું હતું.

(11:38 am IST)