Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જેતપુર શહેર અને તાલુકા પોલીસના દરોડાઃ સવા લાખના દારૂ સાથે ૪ શખ્સો, જુગાર રમતા ૪ને ઝડપી લીધા

જેતપુર, તા., ૭: શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં દારૂ-જુગારની પ્રવૃતી બંધ કરાવવા જીલ્લા પોલીસ વડા બલરામ મીણાની સુચનાથી એ.એસ.પી. સાગર બાગમારના માર્ગદર્શન હેઠળ તાલુકા પી.એસ. પી.જે.બાંટવાએ સ્ટાફના ભુરાભાઇ માલીવાડ, રાજુનાઇ શામળા, રાજુભાઇ મકવાણા, મુસ્તફાભાઇ ચૌહાણ, દિનેશભાઇ ખાટરીયા, વિપુલભાઇ મેતાળીયા, ઓમદેવસિંહ જાડેજા સાથે રાખી પેટ્રોલીંગમાં નીકળેલ દરમ્યાન જુનાગઢ તરફથી ઇન્ડીકા કાર નં.  જીજે ૧૦-બીજી ૧ર૩૦ વાળીમાં હેરાફેરી થતી હોવાની મળેલ બાતમીના આધારે સાકળી ગામના પાટીયા પાસે વોચમાં હતા ત્યારે કાર પસાર થતા તેને રોકી તલાશી લેતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ ૧૬૭ કિ. રૂ. ૭૮,૯૦૦નો મળી આવતા કાર ચાલક ગીરીશ ઉર્ફે સંજલો પ્રફુલભાઇ વાઘેલા (રહે. શંકર ટેકરી-જામનગર)ને ઇંગ્લીશ દારૂ મોોબાઇલ-ર તથા કાર મળી કુલ રૂ.૧,૩૨,૪૦૦ના મુદામાલ સાથે પકડી પાડી પુછપરછ કરતા જુનાગઢથી લઇ જામનગર હાજી ઉર્ફે હાજલો અબાસભાઇ ખફીનો હોવાનું જણાવેલ.

અન્ય કેસમાં જુનાગઢ તરફથી આવતી પીયાગો રીક્ષા નં. જીજે ર૩ એયુ ૧૦૬૮ વાળીને શંકાના આધારે શેરી તલાશી લેતા ઇંગ્લીશ દારૂની બોટલ નંગ-ર૪ કિ. રૂ.૭૨૦૦ મળી આવતા પોલીસે રીક્ષા ચાલક ખીમા ઉર્ફે ટકો વીરાભાઇ વાંદા (રહે. સીટી બસ કોલોની-જુનાગઢ)ને ઇંગ્લીશ દારૂની બોટલો, પીયાગો રીક્ષા મળી કુલ રૂ. ૩૭,૨૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ.

શહેર પોલીસ ઇન્સ્પેકટર જે.બી.કરમુરના સ્ટાફ કીરીટદાન શરૂ, મજનુબાઇ મનાત, ખુમાનસીંહ, અજીતભાઇ, ઘનશ્યામસીંહ હિતેષભાઇ પેટ્રોલીંગમાં નીકળેલ. દરમ્યાન બાતમી મળેલ કે ખાટકી વાસમાં રહેતો મોસીન દારૂનો ધંધો કરત હોય રેઇડ કરતા ઇંગ્લીશ દારૂની બોટલો નંગ-૧૪ કિ. રૂ. ૮૪૦૦નો મળી આવતા પોલીસે મોહસીન ઉર્ફે કાનો મહમદભાઇ લાખાણીને ઇંગ્લીશ દારૂ તથા મોબાઇલ-૧ મળી ૮,૯૦૦ના મુદામાલ સાથે પકડી પાડેલ.

 

(1:22 pm IST)