Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

જામનગર જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષકોનું શિક્ષક દિને પૂનમબેન માડમના હસ્તે સન્માન

(મુકુંદભાઇ બદિયાણી દ્વારા) જામનગર તા.૭ : ૫ સપ્ટેમ્બર એટલે કે પૂર્વ રાષ્ટ્રપતિ અને શિક્ષકશ્રી સર્વપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિનને સમગ્ર રાષ્ટ્ર શિક્ષકદિન તરીકે ઉજવે છે, ત્યારે જામનગર જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષકો તરીકે જે શિક્ષકોએ પોતાનું યોગદાન આપેલ છે, તેઓને સન્માનિત કરવા માટે ગુજરાત રાજય સરકારશ્રીના શિક્ષણ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, જામનગરના સંયુકત ઉપક્રમે શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજાયો હતો.

આ સમારોહમાં જિલ્લાકક્ષાના ૩ શિક્ષકો અને તાલુકા કક્ષા ૬ શિક્ષકોનું સાંસદશ્રી પૂનમબેન માડમના હસ્તે સન્માન કરાયું હતું. જામનગર જિલ્લા કક્ષાના પારિતોષિકમાં મ્યુનિસિપલ હાઇસ્કુલ,જામનગર માધ્યમિક વિભાગના  કિરીટ જશવંતગર ગોસ્વામી,  સતાપર નવાપરા વાડી પ્રાથમિક શાળા, જામજોધપુરના  જયેશકુમાર ભીખુભાઈ ખાંટ અને  તરસાઈ તાલુકા શાળા, જામજોધપુરના  દક્ષાબેન રમેશભાઈ દવેને સન્માનિત કરવામાં આવ્યા હતા. જયારે તાલુકા કક્ષાએ  દાવલી પ્રાથમિક શાળા, કાલાવડના  રસુલભાઈ જમાલભાઈ એરંડિયા,  પીપર કુમાર શાળા, પીપર કાલાવડના  તરુલતાબેન પોપટભાઈ વડારિયા, નેસડા પ્રાથમિક શાળા, જોડિયાના  રમેશચંદ્ર શિવલાલ ધમસાણિયા,  સણોસરી તાલુકા શાળા, લાલપુરના  ઋષિરાજસિંહ રઘુવીરસિંહ જાડેજા,  વડવાળા પ્રાથમિક શાળા, જામજોધપુરના  પંકજભાઈ અમૃતલાલ પરમાર અને  મેલાણ પ્રાથમિક શાળા, જામજોધપુરના  મનીષકુમાર અમૃતલાલ ચનિયારાને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરાયા હતા.ઙ્ગ ઙ્ગ ઙ્ગ ઙ્ગ ઙ્ગસાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, વન્સ અ ટીચર ઇઝ ઓલ્વેઝ અ ટીચર શિક્ષકોએ બાળકોના જીવન ઘડતર કરી સાચી દેશસેવા કરી રહ્યા છે. દેશને સારા નાગરિકોની ભેટ આપી રાષ્ટ્રનિર્માણના પાયા મજબૂત કરવામાં શિક્ષકોનો સિંહફાળો છે.

આ કાર્યક્રમમાં ધારાસભ્યશ્રી રાદ્યવજીભાઈ પટેલે કહ્યું હતું કે, આપણી સંસ્કૃતિમાં ગુરુને પ્રભુ અને માતા-પિતા સમકક્ષ સ્થાન આપ્યું છે. જેમ કુંભાર દ્યડો બનાવે તેવી જ રીતે શિક્ષકો બાળકને સારા નાગરિક બનાવે છે.

આ શુભ પ્રસંગે સન્માનિત થનાર શ્રેષ્ઠ શિક્ષકો રસુલભાઇ અને ઋષિરાજસિંહએ પોતાને મળેલા શ્રેષ્ઠ શિક્ષક તરીકેના પુરસ્કારની રકમ પોતાની શાળાઓને અર્પણ કરી હતી અને શ્રેષ્ઠ શિક્ષકો રમેશભાઈ તેમજ દક્ષાબેનએ પોતાના વિચારો આ કાર્યક્રમમાં વ્યકત કર્યા હતા.ઙ્ગ

આ સમારોહમાં શહેર ભાજપ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા,કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના પ્રમુખ કરસનભાઈ ડાંગર, નેશનલ હાઇસ્કુલના અધ્યક્ષ બીપીનભાઈ ઝવેરી, જિલ્લા શિક્ષણ અધિકારી  એસ. એલ.ડોડીયા તેમજ વિવિધ શાળાઓના આચાર્ય અને શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા.

(11:45 am IST)