Gujarati News

Gujarati News

News of Monday, 7th September 2020

ગીરગઢડા તાલુકા પંચાયતની સામાન્ય ચૂંટણીમાં નવા સીમાંકન મુજબ ર સીટનો વધારો

(નવીન જોષી દ્વારા) ઉના તા. ૭ : ગીરગઢડા તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણીમાં નવા સિમાંકન મુજબ ર સીટનો વધારો થયેલ છે. ગીરગઢડા તા.પ. હેઠળ આવતી જીલ્લા પંચાયતના સીટમાં-૧ નો વધારો થયેલ છે.

આગામી નવેમ્બર માસમાં ગીરગઢડા તાલુકા પંચાયતની સામાન્ય ચુંટણી યોજાશે ર૦૯૧ વસ્તી ગણત્રી મજુબ તેમજ ઉનામાંથી ગીરગઢડા તાલુકા જુદુ પડેલ અને નવા સીમાંકન મુજબ ૧૪ ગામો ઉના તાલુકામાંથી ગીરગઢડા તાલુકામાં ભેળવી દેવાતા નવી ચૂંટણી ર સીટ ઉમેરાઇ છે. ગત વખત ૭૮ સીટ હતી અને આ વખતે વાંકીયા બેઠક ત્થા નીતલી બેઠકનો વધારો થયો છે.

ગીર સોમનાથ જીલ્લા પંચાયતની એક બેઠક વડવીયાળ નવી સીટનો ઉમેરો થતા ગીરગઢડા સનવાવ-ધોકડવા વડવીમાળા સીટી ઉપર ચૂંટણી લડાશે.

ગીરગઢડા તાલુકા પંચાયતની ર૦ બેઠકોમાં ૧ બેઠક અનુજાતિ સ્ત્રીની આ અંક શેલક્ષરદિપ પછાત વર્ગ સ્ત્રી-૧ સામાન્ય અનુજાતિ, આર્થિક  શૈક્ષણીક પછાત વર્ગ ૧ સામાન્ય ૮ બેઠક સામાન્ય રહેશે.

ગીરગઢડા તાલુકા પંચાયત ફેરલ આવની  ૪ જીલ્લા પંચાયતમાં વડવીયાળા સામાન્ય સ્ત્રી માટેની સીટ સનવાવ બીન અનામત સામાન્ય સીટ ગીરગઢડા સામાન્ય સ્ત્રી બેઠક ધોકડવા બીન અનામત સામાન્ય બેઠક રાખવામાં આવી છે.

(11:38 am IST)