Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

ભાવનગર જિલ્લામાં 'વિકાસ દિવસ' અંતર્ગત 360 આવાસોનું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ

કુલ રૂ.125 લાખની સુપર એક્સપ્રેસ છ નવી બસોને ફ્લેગ ઓફ: કુલ રૂ.4201.50 લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત : જિલ્લાના કુલ 23 ગામોના રૂ.389 લાખના કામોના ડિજિટલી ખાતમુહૂર્ત

ભાવનગર : 1 ઓગસ્ટથી સમગ્ર રાજ્યમાં ‘સુશાસનના પાંચ વર્ષ’ ના સુશાસનના સેવાયજ્ઞના કાર્યક્રમ અંતર્ગત ભાવનગર જિલ્લામાં પણ 1 થી 9 ઓગસ્ટ સુધી શ્રેણીબદ્ધ કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે. તે અંતર્ગત આજે આ કડીના સાતમાં દિવસે ભાવનગર જિલ્લામાં 'વિકાસ દિવસ' અંતર્ગત ભાવનગરના 'અટલ બિહારી વાજપેયી ઓપન એર થિયેટર' મોતીબાગ ખાતે જિલ્લા કક્ષાનો તથા જિલ્લાના તાલુકા મથકો ખાતે 'વિકાસ દિવસ' ના કાર્યક્રમો યોજાયાં હતાં.

‘વિકાસ દિન' નિમિત્તે ભાવનગરનાં વિવિધ તાલુકાના 360 આવાસોનું પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે પૈકી 10 લાભાર્થીઓને પ્રતિકાત્મક રૂપે ટાઉનહોલ ખાતેના કાર્યક્રમમાં હુકમ એનાયત કરવામાં આવ્યાં હતાં. અન્ય લાભાર્થીઓને તાલુકા કક્ષાએથી હુકમો એનાયત કરવામાં આવ્યાં હતાં. આમ, માત્ર એક જ દિવસમાં ભાવનગરના 360 પરિવારોનું ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થયું છે.

આ ઉપરાંત, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના ભાવનગર વિભાગ દ્વારા જાહેર જનતાના પરિવહન માટે બી.એસ.સી. નોર્મ-૬ હેઠળની કુલ રૂ.125 લાખની સુપર એક્સપ્રેસ છ નવી બસોને ફ્લેગ ઓફ કરવામાં આવ્યું હતું. આ સાથે માર્ગ અને મકાન વિભાગના કુલ રૂ.4201.50 લાખના વિવિધ વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં. "નલ સે જલ" યોજના હેઠળ પાણી પુરવઠા વિભાગના ભાવનગર જિલ્લાના કુલ 23 ગામોના રૂ.389 લાખના કામોના ડિજિટલી ખાતમુહૂર્ત કરવામાં આવ્યાં હતાં.

 મોતીબાગ ખાતે યોજાયેલાં કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી સંગીત, નાટક અકાદમીના અધ્યક્ષ પંકજભાઇ ભટ્ટએ જણાવ્યું કે, આ સરકાર જેના ખાતમુહૂર્ત કરે છે તેના લોકાર્પણ કરે છે તેવી ફાસ્ટ ટ્રેક સરકાર છે. આ સરકારના સુશાસનના 5 વર્ષ ઉજવી રહી છે તો તેના મૂળમાં આટલાં વર્ષોની જનતા જનાર્દનની કરેલી સેવા અને જીતેલો વિશ્વાસ અને ભરોસો છે.

(10:29 pm IST)