Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

આમ આદમી પાર્ટી – વાંકાનેર દ્વારા પંચાસિયા ખાતે “જન સંવેદના મુકલાત”ને લઇને સભા યોજાઈ

આપ દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકો નો સાચો આંકડો ગુજરાત સરકારને આપશે અને દિલ્હીની જેમ ગુજરાતમાં પણ 50,000 વળતરની માંગ કરશે.

મોરબી :  હાલ સમગ્ર ગુજરાત આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના મુલાકાત દ્વારા કોરોનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવા નું આયોજન ચાલી રહ્યું છે ત્યારે વાંકાનેરના પંચસિયા ગામે સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.

 સમગ્ર ગુજરાતમાં સરકારની બેદરકારીને કારણે કોરોનામાં સેંકડો લોકોના મૃત્યુ થયા હતા ત્યારે વર્તમાન ભાજપ સરકાર ને આમ આદમી પાર્ટીના નેતાઓએ ઉધડી લીધી હતી ભાજપ સરકાર પર આક્ષેપો નો વરસાદ કરતા આ કોરોના મહામારી માં ઓક્સિજન અને બેડ જેવી સુવિધાઓ પુરી પાડવા માં તથા રેમડીસીવીર ,ટોસિલોઝુંબેક જેવી દવાઓ ની કાળા બજારી ના આક્ષેપો આપ ના નેતાઓ દ્વારા કરવા માં આવ્યા હતા .
 વધુ માં ગુજરાત માં કોરોના માં મૃત્યુ પામેલા નો ખોટા આંકડા રજૂ થયા છે ત્યારે આમ આદમી પાર્ટી દ્વારા સમગ્ર ગુજરાત માં કોરોના થી મૃત્યુ પામેલા નું સર્વે ચાલી રહ્યું છે. અને ગુજરાત ની ભાજપ સરકાર ને કોરોના માં મૃત્યુ પામેલા લોકો નો સાચો આંકડો ગુજરાત સરકાર ને આપશે અને દિલ્હી ની જેમ ગુજરાત માં પણ રૂ 50,000 વળતર ની માંગ કરશે .

આપ ના તોફિક અમરેલીયા દ્વારા આહવાન કરવામાં આવ્યું કે દિલ્હી માં કોરોના થી પિડિત ના પરિવાર ને 50,000 નું વળતર મળે તો ગુજરાત માં કેમ નહીં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા પ્રમુખ યોગેશ રંગપડીયા દ્વારા તંત્ર પાસે જ્યારે કોરોના પીડિત નો આંકડો માંગવામાં આવ્યો ત્યારે સમગ્ર જિલ્લા માં માત્ર 87 લોકો ના મૃત્યુ ત્યાં છે જ્યારે આમ આદમી પાર્ટી ના દિલીપ ભાઈ ચાવડા દ્વારા પંચાસિયા ગામ માં જ માત્ર 35 લોકો ના ફોર્મ ભરવામાં આવ્યા હતા

 આમ આદમી પાર્ટી વાંકાનેર દ્વારા આ અભિયાન ની હજુ તો શરૂઆત કરવામાં આવી છે ત્યારે ,પંચાસિયા,દલડી,દિઘલીયા,કાશીપર,ગારીયા ,હસનપર,પીપળીયા રાજ ,ચંદ્રપુર જેટલા ગામો માં આ સર્વે ફોર્મ ભરતા કોરોના માં.મૃત્યુ પામેલા નો આંકડો 97 એ પહોંચયો હતો.

આ મિટિંગ માં આમ આદમી પાર્ટી મોરબી જિલ્લા ના યોગેશ રંગપડીયા,વનરાજસિંહ વાઘેલા,ભરતભાઈ કસુંદરા,રાજભા ગઢવી,આરીફ બ્લોચ,અરુણ રૂપાલા,નઝરૂદિન કડીવાર – દલડી, અજય રાઠોડ,શૈલેષભાઈ સરવૈયા,દિલીપભાઈ ચાવડા,અલીભાઈ દેકાવાડિયા,મુન્નાભાઈ મીર અને વાંકાનેર ના કાર્યકર્તાઓ પણ હાજર રહ્યા હતા

(10:01 pm IST)