Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જેતપુરમાં વિકાસ દિવસ ની ઉજવણી રાજ્ય મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજાની ઉપસ્થિતિ કરવામાં આવી

જેતપુર જામકંડરણા ધોરાજી ઉપલેટા તાલુકાના લાભાર્થીઓને આવાસ લાભો અર્પણ:

જેતપુર : સુ શાસનના વિકાસ ના પાચ વર્ષ ની ઉજવણીના ‘વિકાસ દિવસ‘ ઉજવણી અંતર્ગત જેતપુર ખાતે રાજ્ય મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા ની ઉપસ્થિતિમાં  પ્રધામંત્રી આવાસ યોજના હેઠળના લાભાર્થીને  આવાસ લાભો આપવા અને BS -6 એન્જિન થી સજજ નવી ૫ એસ ટી બસ નાગરિકો ની સેવા માં ફ્લેગ આપી અર્પણ કરવા નો "વિકાસ દિવસ "કાર્યક્રમ યોજાયો જેમાં જેતપુર જામકંડરણા ધોરાજી ઉપલેટા  તાલુકાના લાભાર્થી ઓ ને આવાસ લાભો અર્પણ કરતા  કાર્યક્રમ નું દીપ પ્રાગટ્ય અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્ર સિંહ જાડેજા એ કરતા જણાવ્યું હતું કે વર્ષો પહેલાં રાજ્ય માં ખેડૂતોના ખેત ઉત્પાદન જણસી નું ઉત્પાદન ૧૧૦૦૦ કરોડ જેટલું જ હતું આજે રાજ્ય સરકારે અનેક વિધ યોજના અને ખેડૂતો ને યોગ્ય લાભો આપી ખેડૂતો ને આધુનિક ખેતી પદ્ધતિ તરફ પ્રોત્સાહન પૂરું પાડતા ખેત ઉત્પાદન માં  વધારો થતાં આજે દોઢ લાખ કરોડ  જણસી  ઉત્પાદન થઈ ગયું છે એ ખૂબ મોટી વાત છે
ગામડા ઓ માં રસ્તા. આરોગ્ય પીવાના પાણીની વ્યવસ્થા શિક્ષણ ની સુવિધાઓ માં શહેર અને ગામડા નો એક સરખો વિકાસ કરી ગુજરાત ને રાષ્ટ્ર ફલક પર ગ્રોથ એન્જિન નું બહુમાન અપાવ્યું છે
આમ રાજ્ય સરકારે લોકો ની વચ્ચે રહીને લોક કલ્યાણ અને વિકાસ ના કર્યો છેવાડા ના માનવી સુધી પહોંચતા કર્યો  છે અને તેને પરિપૂર્ણ કરી નાગરિકો ને અર્પણ કર્યા છે અને હજુ પણ લોકો ની વચ્ચે રહીને વિકાસ ના કર્યો કરવા સરકાર કટિબદ્ધ છે
આ પસંગે રાજકોટ જિલ્લા કલેકટર મહેશ અરુણ બાબુ એ રાજ્ય માં ૧ ઓગસ્ટ થી ૯ ઓગસ્ટ સુધી વિવિધ દિન ની ઉજવણી અને પ્રજા કલ્યાણ કર્યો ની વિગતો આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા પણ રાજકોટ જિલ્લા ને વિકાસ માં અગ્રેસર સ્થાન પ્રાપ્ત થાય તે માટે સર્વે ને સાથે રાખી કાર્ય કરવા  વહીવટી તંત્ર કટિબદ્ધ છે .
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી  દેવ   ચૌધરી એ આજ થી લોન્ચ થયેલ વતન પ્રેમ યોજના ની વિગત આપી હતી
જિલ્લા ભા જ પ પ્રમુખ મનસુખભાઈ ખાચરીયા  એ ગુજરાત સરકાર દ્વારા થયેલ પ્રજા કલ્યાણ ના વિકાસ કર્યો ની વાત કરી જણાવ્યું હતું કે આજે શહેર થી ગામડા સુધી વિકાસ ની પ્રતીતિ થઈ રહી છે .
આજ જેતપુર ખાતે ના “વિકાસ દિવસ “કાર્યક્રમ માં  અન્ન અને નાગરિક પુરવઠા રાજ્ય મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા તેમજ રાજકોટ જિલ્લા કલેકટર મહેશ અરુણ બાબુ તેમજ ઉપસ્થિત મહાનુભાવો હસ્તે લાભાર્થી ઓ ને આવાસ યોજના ના લાભો અર્પણ કરાયા હતા અને  બીએસ -૬ થી સજ્જ નવી  ૫- એસ ટી બસ ને ફ્લેગ આપી લોક સેવા માં અર્પણ કરી હતી
ઉલ્લેખનીય છે કે BS 6 એન્જિન વાળી એસ ટી બસ થી પોલ્યુશન ફેલાતું બંધ થશે
આજ ના આ કાર્યક્રમ ના પ્રારંભે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી ના નિયામક જે કે પટેલ એ સર્વે ને આવકાર્યા હતા .
કાર્યક્રમ માં પાલિકા પ્રમુખ કુસુમબેન સખ્રેલીયા, ગોરધનભાઈ ધામેલિયા, દિનેશભાઈ ભુવા,  વેલજીભાઈ સરવૈયા,  રમેશભાઈ જોગી . કિશોરbhai શાહ, આર કે  રૈયાણી, ભાવનાબેન ખુંટ,  દિનેશભાઈ વઘાસીયા, દિનકરભાઈ ગુંદારીયા .પ્રાંત અધિકારી  કાલરીયા .રાજકોટ જિલ્લા એસ ટી વિભાગ ના અધિકારી એન વી ઠુંમર .તાલુકા વિકાસ અધિકારી  કુંગાશિયા  .મામલતદાર ડી એ ગીનિયા .સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

(8:05 pm IST)