Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબીમાં કાલે રવિવારે વિનામૂલ્યે ડાયાબીટીસ-બી.પી. ચેકઅપ કેમ્પ

લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને ઉમા ટાઉનશીપ દ્વારા સહિયારું આયોજન

મોરબી :  લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને ઉમા ટાઉનશીપ દ્વારા કાલે રવિવારે મોરબીમાં કાલે વિનામૂલ્યે ડાયાબીટીસ-બીપી ચેકઅપ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સ્થાનિક લોકોને લાભ લેવા અનુરોધ કરાયો છે.

મોરબીના સામાકાંઠે આવેલ બાલાજી હોમ્સ-સી ઉમા ટાઉનશીપ મોરબી-2 ખાતે આવતીકાલે તા.૮ ઓગસ્ટને રવિવારે સવારે ૧૦ થી ૧ વાગ્યા દરમિયાન લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગ અને ઉમા ટાઉનશીપ દ્વારા વિનામૂલ્યે ડાયાબીટીસ અને બ્લડપ્રેશર (બીપી) નિદાન અને માર્ગદર્શન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ કેમ્પનો સ્થાનિક લોકોને લાભ લેવાની અપીલ કરવામાં આવી છે.
આ કેમ્પને સફળ બનાવવા લાયન્સ કલબ ઓફ મોરબી નઝરબાગના પ્રમુખ ડો.પ્રેયસ પંડ્યા, સેક્રેટરી દિનેશભાઇ વિડજા, પ્રોજેકટ ચેરમેન તુષારભાઈ દફ્તરી તેમજ ડિસ્ટ્રીકટ ડાયાબીટીસ ચેરમેન ડો.જયેશ પટેલ ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

(6:29 pm IST)