Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબીનાં જાંબુડીયા,નવલખી અને બેલા ત્રણ ગામેથી વિદેશી દારૂના જથ્થા સાથે અલગ અલગ ત્રણ ઝડપાયા.: સ્કોર્પીયો માંથી ૨૦૦ લીટર દેશી દારૂ ઝડપાયો.

મોરબીના જાંબુડીયા ગામેં ધર્મસિદ્ધિ સોસાયટી નજીકથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી પોલીસ ધોરણસરની કાર્યવાહી હાથ ધીર હતી.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન જાંબુડીયા ગામે ધર્મ સિદ્ધિ સોસાયટી નજીક પપ્પુ કરીમભાઈ મેઘાણી એક કાપડનો થેલો લઈને જતો હતો. તે શંકાસ્પદ લાગતા તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૦ મળી આવતા પોલીસે તે કબજે કરી આરોપી પપ્પુની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે .બીજાબનાવમાં મોરબીના નવલખી રોડ પરથી વિદેશી દારૂના જથ્થા સાથે એકને પોલીસે ઝડપી લીધો હતો.
મોરબીના નવલખી ફાટક નજીક સિલ્વર પાર્ક સોસાયટી નજીક બાવળની કાંટાળી વાડ માંથી વિદેશી દારૂના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી એ ડીવીઝન પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન નવલખી ફાટક નજીક આવેલ સિલ્વર પાર્ક સોસાયટી સામે બાળવની કાટમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-૧૪ કીમત રૂ.૪૨૦૦ નો મુદામાલ આરોપી રાહુલભાઈ ભરતભાઈ સારલાએ વેચાણ કરવાના ઈરાદે મળી આવતા પોલીસે મુદામાલ કબજે કરી આરોપીની અટક કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

ત્રીજા બનાવમાં મોરબીના બેલા ગામની સીમમાંથી દારૂ સાથે એક ઝડપાયો.
મોરબીના બેલા ગામની સીમમાંથી પોલીસે એક ઈસમને ઈંગ્લીશ દારૂ સાથે ઝડપી લીધો છે મોરબી તાલુકા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન બેલા ગામની સીમમાંથી બાઈક જીજે ૩૬ એએ ૬૩૩૮ ને રોકી તલાશી લેતા ઈંગ્લીશ દારૂ ની ૨ બોટલ કીમત રૂ ૭૫૦ મળી આવતા દારૂ અને બાઈક સહીત રૂ ૧૦,૭૫૦ નો મુદામાલ જપ્ત કરી આરોપી કાસીમ ઈબ્રાહીમ શાહમદાર રહે લીલાપર રોડ મોરબી વાળાને ઝડપી લીધો છે.
 ચોથાબનાવમાં મોરબીના શકત શનાળા નજીક સ્કોર્પીઓ કારમાંથી દેશી દારૂ ઝડપાયો.
મોરબી એ ડીવીઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન શકત શનાળા ગામ નજીકથી સ્કોર્પીઓ કાર જીજે ૦૧ એચજે ૦૧૪૨ આંતરી તલાશી લેતા કારમાંથી દેશી દારૂ ૨૦૦ લીટર કીમત રૂ ૪૦૦૦ મળી આવતા કાર અને દારૂ સહીત રૂ ૧,૦૪,૦૦૦ નો મુદામાલ જપ્ત કર્યો છે તો કારમાંથી કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર મળી આવતા ધોરણસરની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે

(6:27 pm IST)