Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

માળીયા-ટંકારા આઇટીઆઇના નૂતન બિલ્ડીંગનું લોકાર્પણ કરાયું, જિલ્લાના ૨૨૧ લાભાર્થીઓને આવાસ લોકાર્પણ/ખાતમુહૂર્ત થયા.

મોરબી : સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘‘સુશાસનના પાંચ વર્ષ’’ અંતર્ગત વિકાસ દિન નિમિત્તે મોરબી જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં અનેકવિધ વિકાસ કાર્યોના લોકાર્પણ, ખાતમુહૂર્ત તેમજ લાભાર્થીઓને સહાયના હુકમો એનાયત કરવામાં આવ્યા હતા.
મોરબી એપીએમસી ખાતે યોજાયેલ કાર્યક્રમમાં રાજ્ય મહિલા આયોગના ચેરમેન લીલાબેન આંકોલીયાએ જણાવ્યું હતુ કે, મુખ્યલમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યેમંત્રીશ્રી નિતિનભાઇ પટેલના નેતૃત્વ્ હેઠળ સમગ્ર રાજયમાં તમામ ક્ષેત્રે વિકાસ થયો છે. સમતોલીત વિકાસ થકી રાજયમાં સામાજિક જીવન સ્થિર થયું છે. આ ઉપરાંત કોરોના જેવી મહામારીના સમયમાં પણ સમગ્ર દેશમાં વડાપ્રધાન મોદી તેમજ રાજયમાં મુખ્યીમંત્રી વિજયભાઇ રૂપાણીએ સતત માર્ગદર્શન પુરુ પાડી રહ્યા છે.
રાજયની વિકાસગાથા અંગે ઉદ્દબોધન કરતાં લીલાબેન આંકોલીયા જણાવ્યું હતુ કે હાઇ-વે થી લઇને ખેતર સુધી પાકા રસ્તાકઓના નિમાર્ણ કરી રાજ્ય સરકારે વિશાળ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભુ કર્યું છે. ગામડાઓમાં ૨૪ કલાક વિજળી દિવસે જ મળી રહે તેવુ આયોજન કરી ખેડૂતોના જીવનમાં પરિવર્તન લાવ્યું છે. સૌની યોજના, સુજલામ સુફલામ યોજનાઓ થકી વિકાસની અનેક દિશાઓ ખોલી છે.
વિકાસ દિન નિમિત્તે ગ્રામ વિકાસ વિભાગની આવાસ યોજના હેઠળ ૭૮ લાખ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ૫૧ લાભાર્થીઓને આવાસોનું લોકાર્પણ કરવામાં આવ્યું જ્યારે શહેરી વિકાસ વિભાગ દ્વારા ૯.૮૪ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થનાર આવાસ યોજનાનું ૧૯૨ લાભાર્થીઓના આવાસનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આમ એક જ દિવસમાં મોરબીના ૨૨૧ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ કરવામાં આવેલ હતું. આ ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા ૬ લાભાર્થીઓને અવાસ માટે પ્લોટની સનતનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત રૂપિયા ૭૬ લાખ રૂપિયાના ખર્ચે ૩ નવી એસ.ટી. બસો, રૂપિયા ૭.૨૨ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ ટંકારા અને રૂપિયા ૭.૯૪ કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલ માળિયાની નવી આઇટીઆઇ બિલ્ડીંાગોના લોકાર્પણ ઉપસ્થિત અગ્રણીઓના હસ્તે કરવામાં આવ્યા હતા.
પ્રદેશ મહિલા મોરચાના અધ્યક્ષ ડૉ. દિપીકાબેન સરડવાએ પ્રાસંગિક ઉદ્દબોધન કર્યું હતું જ્યારે કાર્યક્રમના પ્રારંભે જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવએ સ્વાગત પ્રવચન કર્યું હતું અને અંતે તાલુકા વિકાસ અધિકારી ગોહિલ એ આભારવિધિ કરી હતી.મોરબી-માળીયા વિસ્તારના ધારાસભ્ય બ્રિજેશભાઇ મેરજા માળીયા આઇટીઆઇના લોકાર્પણ પ્રસંગે સ્થાનિક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા

(6:20 pm IST)