Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબી જીલ્લાના નવ પરીક્ષા કેન્દ્રો પર ગુજકેટની પરીક્ષા શાંતિપૂર્ણ સંપન્ન.

મોરબી જીલ્લામાં નવ પરીક્ષા કેન્દ્રો પર ત્રણ સેશનમાં ગુજકેટની પરીક્ષાઓ યોજવામાં આવી હતી અને પરીક્ષાઓ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થવા પામી છે
ગુજકેટની પરીક્ષામાં મોરબી જીલ્લાના નવ પરીક્ષા કેન્દ્રોમાં ફીઝીક્સ અને કેમેસ્ટ્રીના પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૧૬૯૮ વિદ્યાર્થીઓ હાજર અને ૩૫ ગેરહાજર જયારે અંગ્રેજી માધ્યમમાં ૧૮૬૧ હાજર અને 47 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે બાયોલોજી પેપરમાં ગુજરાતી માધ્યમમાં ૨૨ વિદ્યાર્થીઓ ગેરહાજર અને ૧૧૧૧ પરીક્ષાર્થીઓ હાજર રહ્યા હતા તો અંગ્રેજી માધ્યમમાં ૧૧૮૨ હાજર અને ૨૫ વિદ્યાર્થીઓ ગેરહાજર નોંધાયા હતા જ્યારે મેથ્સ વિષયમાં ગુજરાતી માધ્યમમાં ૫૮૮ હાજર અને ૧૩ ગેરહાજર તો અંગ્રેજી માધ્યમમાં ૬૮૧ હાજર જયારે ૨૨ ગેરહાજર રહ્યા હતા

(6:15 pm IST)