Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

વાંકાનેર નજીક હાઈવે પર ડમ્પરની ઠોકરે બાઈકસવાર યુવાનનું મોત.

વાંકાનેર નજીક હાઈવે પર ડમ્પર અને બાઈક અથડાયા હતા જે અકસ્માતમાં બાઈક સવાર યુવાનનું મોત થયું હોય જે બનાવ મામલે પોલીસે ડમ્પરચાલક વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે
વાંકાનેરના જોધપર (નદી) ગામના રહેવાસી શશીકાંતભાઈ નરભેરામભાઈ ગોહેલ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે મોરબી વાંકાનેર હાઈવે પર સનબીમ સિરામિક નજીક ડમ્પર જીજે ૩૬ વી ૫૯૫૨ ના ચાલકે ડમ્પર વાદુહ સ્પીડમાં ચલાવી અચાનક ડિવાઈડર બ્રેકમાંથી વણાંક લેતા ફરિયાદીના દીકરા કમલેશ બાઈક જીજે ૩૬ કયું ૬૪૮૪ ને હડફેટે લીધું હતું જે અકસ્માતમાં બાઈકસવાર યુવાન કમલેશ ગોહેલને ગંભીર ઈજા થતા મોત થયું હતું અને વાહન મૂકી ચાલક નાસી ગયો હતો વાંકાનેર તાલુકા પોલીસે અકસ્માતના બનાવ અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે

(6:13 pm IST)