Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબી ઇન્ડીયન લાયન્સ ક્લબના પ્રેસિડેન્ટ તરીકે ભાવેશભાઈ દોશીની સતત ત્રીજા વર્ષે વરણી.

મોરબી :  ઇન્ડીયન લાયન્સ ક્લબ – મોરબીના પ્રમુખ તરીકે સતત ત્રીજી વખત ભાવેશભાઈ દોશી (નગરપાલિકા)ની પસંદગી થયેલ છે. ત્યારે ઇન્ડીયન લાયન્સના ચીફ પેટ્રન હિતેશભાઈ પંડ્યા અને નેશનલ ચેરમેન અક્ષયભાઇ ઠકકર દ્વારા ભાવેશભાઈ અને તેમની ટીમના છેલ્લા બે વર્ષના પરફોર્મન્સ અને સેવાકીય પ્રવૃત્તિને ધ્યાનમાં રાખી અને કલબના થયેલા વિકાસને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધેલ છે.
ક્લબનો શપથગ્રહણ સમારોહ આગામી તા. ૮ ને રવિવારના રોજ સાંજે ૫-૩૦ કલાકે શિવ હોલ, શનાળા રોડ ખાતે યોજાશે. આ સંગીતમય શપથગ્રહણ સમારોહમાં ઇન્ડીયન લાયન્સ નેશનલ વતી નેશનલ કનવીનર નીરૂપામાબેન વાગડીયા, નેશનલ વાઈઝ ચેરમેન વનરાજ ગરૈયા તેમજ વેસ્ટ ઝોન ચેરમેન સુરેશભાઈ કટારીયા અને નેશનલ જોઈન્ટ સેક્રેટરી શોભનાબા ઝાલા તેમજ મોરબી નગરપાલિકા પ્રમુખ કુસુમબેન પરમાર, ઉપપ્રમુખ જયરાજસિંહ જાડેજા, ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયા તેમજ ઓમ શાંતિ ગ્રુપના ટી. ડી. પટેલ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજવામાં આવનાર છે

(1:56 pm IST)