Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબીના જાંબુડીયા ગામે જુગાર રમતા પાંચ પકડાયા.

મોરબી તાલુકાના જાંબુડીયા ગામમાં પોલીસે ઝાડ નીચે ટોળે વળી જુગાર રમતા પાંચ શખ્સોને પકડી પાડ્યા છે.

મોરબી તાલુકા પોલીસ મથકમાંથી મળતી માહિતી મુજબ જાંબુડીયા ગામે ધર્મસિધ્ધી સોસાયટીમાં શેરી નં. ૨ પાસે બાવળના ઝાડ નીચે જાહેરમાં ગેરકાયદેસર રીતે ગંજીપત્તાના પાના અને પૈસા વતી પૈસાની હારજીતનો તીનપત્તી રોન પોલીસનો જુગાર રમતા સંજયભાઇ લાભશંકરભાઇ જોષી, કિરીટભાઇ મનસુખભાઇ સોલગામા, ઉદયભાઇ પ્રતાપસંગ, કરીમભાઇ અનવરભાઇ રાજાણી તથા પપ્પુભાઇ કરીમભાઇ મેઘાણીની પોલીસે અટકાયત કરી છે. પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રૂ. ૧૨,૦૦૦ જપ્ત કર્યા છે. તેમજ આરોપીઓ સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે

 

(1:55 pm IST)