Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબી જિલ્લામાં સુશાસનના પાંચ વર્ષ અન્વયે ગરીબ ઉત્કર્ષ દિનની ઉજવણી થશે

સમગ્ર રાજ્યમાં ઉજવાઈ રહેલ ‘‘સુશાસનના પાંચ વર્ષ’’ ઉજવણી કાર્યક્રમ અંતર્ગત મોરબી જિલ્લામાં પણ તા.૧ થી ૯ ઓગસ્ટ સુધીના શ્રેણીબદ્ધ કાર્યક્રમોનુ આયોજન હાથ ધરાયુ છે.

જે અંતર્ગત મોરબી જિલ્લામાં કાર્યક્રમના સાતમા દિવસે એટલે કે તા.૦૭/૦૮/૨૦૨૧ના રોજ ‘‘ગરીબ ઉત્કંર્ષ દિવસ’’ ની ઉજવણી કરવામાં આવશે. મોરબીના ૨ સ્થળોએ ગરીબ ઉત્ક/ર્ષ દિનની ઉજવણી કરવામાં આવશે. જેમાં એપીએમસી મોરબી ખાતે લીલાબેન આંકોલીયાના અધ્યક્ષ સ્થાને તેમજ સિવિલ હોસ્પીકટલ મોરબી ખાતે ધારાસભ્યા બ્રિજેશભાઇ મેરજા અને જિલ્લાળ પંચાયતના પ્રમુખ ચંદુભાઇ શિહોરાના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાશે.
ગરીબ ઉત્કપર્ષ દિન નિમિત્તે મોરબીનાં વિવિધ તાલુકાના ૨૨૧ લાભાર્થીઓને પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ આવાસોનું લોકાર્પણ તેમજ ખાર્તમૂર્હુત કરવામાં આવશે. માત્ર એક જ દિવસમાં મોરબીના ૨૨૧ પરિવારોના ઘરના ઘરનું સ્વપ્ન પૂર્ણ થશે. આ ઉપરાંત જિલ્લા પંચાયત દ્વારા ૬ લાભાર્થીઓને અવાસ માટે પ્લોટની સનત વિતરણ કરવામાં આવશે.

આ ઉપરાંત એપીએમસી મોરબી ખાતે ગ્રામ વિકાસ વિભાગ આવાસ, શહેરિ વિકાસ આવાસ, નવી એસટી બસો, આઇટીઆઇ ટંકારા અને માળિયાની નવી બિલ્ડીંઉગનું લોકાર્પણ તેમજ ગ્રામ વિકાસ વિભાગ, માર્ગ અને મકાન વિભાગના રોડ, પાણી પુરવઠા વિભાગની ખાતમૂહુર્તનો કાર્યક્રમ યોજાશે. તેમજ મોરબી સિવિલ હોસ્પીીટલ ખાતે PSA પ્લાંન્ટરનું લોકાર્પણ DHનું પણ આયોજન છે. અને કોરોના વોરીયર્સનું સન્માીન પણ કરવામાં આવશે.

(1:31 pm IST)