Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબી જીલ્લામાં રીક્ષાચાલકોને થતો અન્યાય નિવારવા કોંગ્રેસ અગ્રણીની માંગ.

મોરબી જીલ્લામાં કોરોના કાળમાં ગરીબ રિક્ષાચાલકો પરેશાની ભોગવી રહ્યા છે અને લોનના હપ્તા ચડી ગયા હોય જેથી આ મામલે યોગ્ય કરવા રાજ્યના નાણા સચિવને પત્ર લખવામાં આવ્યો છે
મોરબીના કોંગ્રેસ અગ્રણી રમેશભાઈ રબારીએ રાજ્યના નાણા સચિવને પત્ર લખી જણાવ્યું છે કે કોરોનાના પ્રથમ રાઉન્ડમાં લોનના હપ્તા અને વ્યાજમાં માફી આપેલ છે પરંતુ બેંક દ્વારા રિક્ષાચાલકોને હપ્તા અને તેના પર ત્રણ ગણું વ્યાજ ચડાવી નોટીસ આપેલ છે નાના ધંધાર્થીઓ પરેશાની ભોગવી રહ્યા છે માસ્ક સહિતના ઇસ્યુ અંગે પણ રિક્ષાચાલકો પરેશાન થાય છે
કોરોના કાળમાં લોકડાઉન પછી ધંધા રોજગાર બંધ છે અને પરિવારનું ગુજરાન ચલાવવું મુશ્કેલ છે ત્યારે બેંક દ્વારા થતી આવી ઉઘરાણી બંધ કરાય અને સરકારના આદેશ અનુસાર વ્યાજ માફી કરી લોનના હપ્તામાં રાહત મળે તેવી વ્યવસ્થા કરવા માંગ કરી છે

 

(1:17 pm IST)