Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબીના ઉમિયા સર્કલથી રફાળેશ્વર રોડના રીપેરીંગ પૂર્વે ગટરની વ્યવસ્થા કરવા માંગ

સંસ્થા અગ્રણીએ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખ્યો

મોરબીના ઉમિયા સર્કલથી રફાળેશ્વર રોડ પર બાજુમાં આવતા રહેણાંક વિસ્તારમાં ગટરની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખીને કરવામાં આવી છે

ઇન્ટરનેશનલ હુમન રાઈટ્સ એસોના કાન્તિલાલ બાવરવાએ સીએમને પત્ર લખી જણાવ્યું છે કે હાલ ઉમિયા સર્કલ થી રફાળેશ્વર રોડનું કામ ચાલુ છે રોડ પર રહેણાંક વિસ્તારમાં પાણી ભરાવવાને પગલે રોડ વારંવાર તૂટી જાય છે જેથી દર વર્ષે રીપેરીંગનો ખર્ચ સરકારને થાય છે હાલ રોડનું કામ ચાલુ છે જેમાં પીડબલ્યુડીના જવાબદાર અધિકારીઓને પૂછતા રહેણાંક વિસ્તારના પાણીની ગટરની જવાબદારી તેમનામાં આવતી નથી માટે રસ્તો બનાવતી વેળાએ પાણીની ગટરની જોગવાઈ આ કામના ટેન્ડરમાં કરવામાં આવેલ નથી
વિસ્તાર નગરપાલિકામાં આવતો હોવાથી રોડ થયા પછી જો ગટર કરવાની થશે તો રોડ તોડવો પડશે જેથી રોડનું કામ ચાલે છે ત્યારે ગટરનું કામ કરી નાખવામાં આવે તે જરૂરી છે જેથી અવની ચોકડીથી બાપા સીતારામ ચોક સુધી જે પાઈપ નાખીને ગટર કરેલ છે. તેમાં આ ગટરનું કનેશન આપી સકાય તેમ હોવાથી તાત્કાલિક યોગ્ય નિર્ણય કરવા માંગ કરી છે

 

(1:16 pm IST)