Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

મોરબીમાં જીલ્લા કક્ષાની સીનીયર ભાઈઓ-બહેનોની એથલેટીક્સ સ્પર્ધાઓ યોજાઈ

પ્રથમ સ્થાને વિજેતા ખેલાડીઓને આગામી તા. ૦૭ થી ૦૯ દરમીયાન હિમતનગર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જશે

મોરબી :  સ્પોર્ટ્સ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત જીલ્લા રમત પ્રશિક્ષણ કેન્દ્ર મોરબી દ્વારા મોરબી જીલ્લા કક્ષા સીનીયર ભાઈઓ અને બહેનોની એથલેટીક્સ સ્પર્ધાનું આયોજન મોરબીની ન્યુ એરા ગ્લોબલ સ્કૂલ ખાતે કરવામાં આવી હતી
જેમાં ૧૦૦ મી, ૨૦૦ મી, ૪૦૦ મી, ૮૦૦ મી અને ૧૫૦૦ મી દોડની સ્પર્ધામાં સીનીયર ભાઈઓના વિભાગમાં ૮૫ અને સીનીયર બહેનોના વિભાગમાં ૩૭ એમ કુલ ૧૨૨ ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું હતું જે બદલ મોરબી જીલ્લાના સીનીયર કોચ રવિકુમાર ચૌહાણે દરેક ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા છે
પ્રથમ સ્થાને વિજેતા ખેલાડીઓને આગામી તા. ૦૭ થી ૦૯ દરમીયાન હિમતનગર ખાતે રાજ્યકક્ષાની સ્પર્ધામાં ભાગ લેવા જવાનું રહેશે

(1:14 pm IST)