Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જામનગરમાં જુનીયર તબીબોની હડતાળનો ૫ મો દિવસ : કાળા વસ્ત્રો પહેરીને રોષ ઠાલવ્યો :

જામનગરઃ જુનિયર તબીબોની હળતાલનો ૫ મો દિવસ છે. ૫૦૦થી વધુ જુનિયર તબીબો હડતાલ પર ઉતર્યા છે. જુનિયર તબીબો દ્વારા ઇમરજન્સી સેવાઓ પણ બંધ કરાઈ છે.જેને લઈને દર્દીઓને પારાવાર મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. ગઈકાલ થી જ હોસ્ટેલ ખાલી કરવા માટે નોટિસો આપી લાઈટ પાણી કાપતા તબીબો લાલધૂમ છે. આજે સવારથી જ કાળા વસ્ત્રોમાં પરિધાન થઈને જુનિયર અને બોન્ડેડ તબીબોએ પોતાનો વિરોધ વ્યકત કર્યો છે.(અહેવાલઃ મુકુંદ બદિયાણી, તસવીરઃ કિંજલ કારસરીયા, જામનગર)

(1:10 pm IST)