Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

જુનાગઢ સિવીલ હોસ્પિટલની મુલાકાતે આરોગ્યમંત્રી

જુનાગઢ તા.૭ : સીવીલ હોસ્પિટલની રાજયના આરોગ્ય મંત્રી કિશોરભાઇ કાનાણીએ મુલાકાત લીધી હતી. ત્યારે ભાજપના અગ્રણી પ્રદિપભાઇ ખીમાણી શહેર ભાજપના પ્રમુખ પુનિત શર્મા, મેયર ધીરૂભાઇ ગોહેલ, ડે. મેયર હિમાંશુ પંડયા, સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન રાકેશ ધુલેશીયા મહામંત્રી સંજય મણવર, પુર્વ મેયર જયોતિબેન વાછાણી સહિતના આગેવાનો તેમજ જીલ્લા કલેકટરશ્રી રચિત રાજ સિવિલ હોસ્પિટલના તબીબ અધિક્ષક ડો. સુશીલકુમાર આર.એમ.ઓ. ડો. ટી.જી. સોલંકી સહિતના ઉપસ્થિત રહયા હોસ્પીટલના વિવિધ વોર્ડમાં રૂબરૂ જઇ દર્દીઓના કિશોરભાઇ કાનાણીએ ખબર અંતર પુછી કોઇ મુશ્કેલી પડતી હોય તો જણાવવા કહયુ હતુ. તેમજ તબીબી સારવાર બરોબર મળે છે તેવી પૃચ્છા કરેલ જે તસ્વીરમાં નજરે પડે છે. (અહેવાલ : વિનુ જોશી - તસ્વીર : મુકેશ વાઘેલા - જુનાગઢ)

(1:11 pm IST)