Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

દેવભૂમિ દ્વારકા જીલ્લા કોંગ્રેસ દ્વારા બેરોજગારી મુદ્દે આક્રોશ

ખંભાળીયા :  દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા કોંગ્રેસ દ્વારા સરકારની યુવાનોનું શોષણ અને વધતી બેરોજગારી બાબતે બેરોજગારી હટાવો અભિયાન અંતર્ગત જે સરકાર દ્વારા યુવાનોને રોજગારીની માત્ર વાતો કરી અને ખોટા વચનો રૂપી લોલીપોપ આપી છે તે બાબતે જોધપુર ગેઇટ પાસે સરકારની યુવાનોને રોજગારીની લોલીપોપ આપીને છે જેથી આ લોલીપોપ બતાવી અને વિરોધ નોંધાવ્યો છે. આ તકે જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય આંબલીયા, મુકેશ ભાઈ કરમૂર , સાવન કરમુર , યુવરાજસિંહ વાઢેર, જય કરનગિય વિગેરે કાર્યકર્તા હાજર રહ્યા હતા. (અહેવાલ : તસ્વીર : કૌશલ સવજાણી : ખંભાળીયા)

(1:07 pm IST)