Gujarati News

Gujarati News

News of Saturday, 7th August 2021

બિમારીથી ત્રાસી તળાવમાં પડી જતા રાજુલાના શખ્સનું મોતઃ અમરેલીમાં ૩૭ નશાખોર ઝડપાયા

અમરેલી, તા., ૭: રાજુલામાં રહેતા મહેશભાઇ જેઠાભાઇ પરમાર છેલ્લા ચાર વર્ષથી માનસીક બિમાર હોય જેથી પોતે બિમારીથી કંટાળી જઇ મારૂતીધામ તળાવમાં પડી જતા મોત નિપજયાનું પિતા જેઠાભાઇ કલાભાઇ પરમારે રાજુલા પોલીસ મથકમાં જાહેર કરેલ છે.

જાફરાબાદમાં જુગાર

જાફરાબાદમાં મોચી ચોક પાસે જાહેરમાં જુગાર રમતા રોહીત ઉર્ફે રવી સામતભાઇ પરમાર, જગદીશ નાનજીભાઇ બારૈયા, વિપુલ મગનભાઇ બારૈયાને લોકરક્ષક હિતેષભાઇ કલસરીયાએ રોકડ રૂ. ૩૩ર૦ સાથે ઝડપી પાડયા હતા.

ધમકીના ત્રણ બનાવ

બાબરા તાલુકાના વાવડીથી ઘુઘરાળા જવાના રોડે કુણાલભાઇ સાદુલભાઇ ચારોલીયા (ઉ.વ.ર૪) રહે. પીપળીયા  વાળાને દોઢ વર્ષ પહેલા માથાકુટ થયેલ અને ઘરમેળે સમજુતી થયેલ જે મનદુઃખ રાખી ભોળા ભકુભાઇ, મયુર ભકુભાઇ, જીતુ ભકુભાઇ સામઢીયા રહે.વાવડીવાળાએ ગાળો બોલી પાઇપ વડે માર મારી ધમકી આપ્યાની બાબરા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

વડીયાના નાજાપુર ગામે રામપુરના શાકભાજીના વેપારી હરસુખભાઇ પોપટભાઇ મકવાણા (ઉ.વ.૪૦) પાસે વિકમ દિલુભાઇ રહે.તોરીવાળાએ કેળા વેચાતા માંગતા જણાવેલ કે કેળા ઘરે ગયા પછી વેચવાના છે જેથી ઉશ્કેરાઇ છુટા પથ્થરના ઘા મારી ધમકી આપ્યાની વડીયા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અમરેલી તાલુકાના જસવંતગઢ ગીતા ટીંબર સામે ચિતલ ઘનશ્યામભાઇ હરીભાઇ માંગરોળીયા (ઉ.વ.૪પ) તેના સનેડા બનાવવાની દુકાને હતા ત્યારે સંદીપ ચંંદુભાઇ આલગીયાએ આવીને ઘનશ્યામ કયા ગયો છે જેથી દુકાન બહાર જતા ગાળો બોલવા લાગી  તા.૪.૮ના રાત્રીના શું ફોન કરેલ.  જેથી  જણાવેલ કે મારા દિકરા સન્મુખ સાથે શુ કામ બોલાચાલી કરે છે. જેથી મનદુઃખ રાખી છરી વડે ઇજા કરી ધમકી આપ્યાની અમરેલી તાલુકા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

અમરેલી જીલ્લા પોલીસ વડા શ્રી નિર્લીપ્તરાય દ્વારા જીલ્લામાં પ્રોહીની પ્રવૃતીને નેસ્ત નાબુદ કરવા અપાયેલ સુચના મુજબ અમરેલી જીલ્લામાં જુદા જુદા સ્થળોએ ડ્રિન્કસ એન્ડ ડ્રાઇવ દરમિયાન ૩૭ શખ્સોને નશો કરેલી હાલતમાં ઝડપી પાડી જેલની હવા ખવડાવી સરભરા કરી હતી.

(1:11 pm IST)